આપણાં ભારતમાં જન્મદરમાં પુરૂષની તુલનામાં સ્ત્રીની સંખ્યાની ઘટ જોવા મળે છે.આપણે બેટી બચાવના નારા લગાવીએ છીએ.પણ બ્રાઝિલના નોઈવા નગરની વાત નિરાળી છે. આનગર પહાડોની વચ્ચે કૃદરતનાં નયનરમ્ય વાતાવરણ વચ્ચે વસેલું છે.નગર નાનકડું છે. અહિ પર્યાવરણ-ચોખ્ખી હવા સાથે ખુશનુમાં વાતાવરણ છે. આવા સુંદરનગરમાં બધુજ છે પણ મૂરતિયાની અછત છે!! અર્થાત પુરૂષની સંખ્યા ઘણી ઓછી છે, તેથી વિવાહ પ્રશ્ર્ન અહિં પરિવારોને સતાવે છે.
મોટા ભાગે એવું જોવામાં આવે છે કે કોઈ ક્ષેત્રમાં છોકરાની સંખ્યા વધારે હોય છે અને છોકરીની સંખ્યા ઓછી હોય છે.પણ કદાચ એવું પહેલીવાર જાણવા મળ્યું કે છોકરીઓની સંખ્યા એટલી વધારે છે કે અહિંની યુવતીઓ લગ્ન માટે સપનાઓ જોવે છે. અને પોતાના રાજકુમારની રાહ જોવે છે, પણ તે ઓની આઈચ્છાઓ અધુરી જ રહી જાય છે.બ્રાઝિલના નોઈવાનગરમાં ૬૦૦ મહિલાઓ રહે છે. આગામમાં અવિવાહિત પુરૂષોનું મળવું ખુબજ મુશ્કેલ છે.
જો કે અહિંની યુવતીઓ એકદમ સુંદર અપ્સરા જેવી છે. પણ યુવકોની ખોટને કારણે તેઓ લગ્નથી વંચિત રહી જાય છે.મુખ્યત્વે પુરૂષોની સંખ્યા કરતાં યુવતીઓની સંખ્યા ખુબજ વધારે છે. બીજું કારણ એ છે કે અહિંની યુવતીઓ લગ્ન કરીને પોતાના નગરને છોડવા માંગતી નથી.લગ્ન કરીને પોતાના નગરને છોડવા માંગતી નથી. લગ્ન પછી તેઓ પોતાનાં પતિ સાથે અહિંજ રહેવા માગે છે.અર્થાત બહારનો કોઈ પુરૂષ અહિની યુવતી સાથે લગ્ન કરે તો તેને ઘર જમાઈ રહેવું પડે એ નકકી,આવા કારણે અહિની યુવતિઓ અવિવાહિત જ રહી જાય છે.આ નગરમાં રહેનારી મહિલાઓની ઉમર ૨૦ થી ૩૫ વર્ષની વચ્ચે છે.અહિની મહિલાઓ એવું ઈચ્છે છે કે લગ્નપછી તેનો પતિ તેની સાથે જ રહે.જગરના કાયદા-કાનૂનનું પાવન કરે. તેનાં લીધે અહિંની ઘણી મહિલા અવિવાહીત છે. અહિંની ઘણી મહિલા વિવાહીત તો છે પણ તેનો પતિ તેની સાથે નથી રહેતો મોટાભાગની મહિલાઓના પતિકામ માટે અન્ય શહેરોમાં રહે છે. અહિં ખેતીવાડીથી લઈને અન્ય તમામ કામકાજ મહિલા ઓજ સંભાળે છે.દુનિયામાં આવા વિચિત્ર શહેરોની વળો નિરાળી હોય છે.અને છેલ્લે છેલ્લે….
અપરણિત પુરૂષોએ એકવાર બ્રાઝિલ દેશના નોઈવા શહેર જવાજેવું ખરૂ !!