જામનગરથી ૨૭ કિમી દૂર કેંદ્રબિંદુ નોંધાયું
જામનગર શહેર અને નજીકના ગામોમાં રવિવારે રાત્રીના ૨.૩ અને ૨.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતા અફડાતફડી મચી ગઇ હતી.ભયના માર્યા લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરથી ૨૭ કીલોમીટર દૂર સાઉથ સાઉથ ઇસ્ટ નોંધાયું હતું. જોકે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભૂકંપના આંચકાથી શહેરીજનોમાં ભય સાથે ઉચાટની લાગણી ફેલાઇ છે. વાવાઝોડાની આગાહી વચ્ચે ભૂકંપના આંચકાથી લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી ગયા હતાં.ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં આંચકાનો અનુભવ સવિશેષ થતાં લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું.કલેકટર કચેરીના ક્ધટ્રોલરૂમમાં નોંધાયેલી વિગત અનુસાર રવિવારે રાત્રીના ૧૧:૦૪ કલાકે ૨.૩ રિકટરસ્કેલના ભૂકંપનું કેંદ્રબિંદુ શહેરથઈ ૨૮ કીમી દૂર સાઉથ સાઉથ ઇસ્ટ નોંધાયું હતું. ત્યારબાદ ૧૧:૦૯ કલાકે ૨.૪ રિકટરસ્કેલના ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરથી ૨૭ કિમી દૂર સાઉથ સાઉથ ઇસ્ટ નોંધાયું હતું. લોકોના ઘરોમાં ટેબલ,ખુરશી સહીતની વસ્તુઓ પણ ધ્રુજી હોવાનો અનુભવ લોકોએ કરતાં ભયના માર્યા લોકો ઉપરથી નીચે દોડી ગયા હતાં.