નવા વર્ષી એસબીઆઈના એટીએમ પર ઓટીપી પધ્ધતિી નાણા ઉપાડી શકાશે
લાંબા સમયી એટીએમના માધ્યમી છેતરપિંડી તી હોવાની ફરિયાદો નોંધાઈ રહી છે. જેના અનુસંધાને લોકોની સુરક્ષા વધારવા માટે બેંકો સતર્ક ઈ ચૂકી છે. તાજેતરમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એટીએમ પર છેતરપિંડીને રોકવા માટે ઓટીપી એટલે કે વનટાઈમ પાસવર્ડ સુવિધા દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે.આગામી તા.૧ જાન્યુઆરીી એસબીઆઈના એટીએમ પર વનટાઈમ પાસવર્ડ આધારિત પધ્ધતિ શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત સોશ્યલ મીડિયા પર કરવામાં આવી છે. જે સમયે વ્યક્તિ એટીએમમાં પૈસા ઉપાડવા જશે ત્યારે એટીએમ મશીનમાં સ્ક્રીન ઉપર વનટાઈમ પાસવર્ડ નાખવાનો વિકલ્પ આપવામાં આવશે. આ વનટાઈમ પાસવર્ડ બેંક રજિસ્ટર્ડ કરવામાં આવેલા નંબર પર મળશે. નંબર પર મળેલા આ પાસવર્ડને સ્ક્રીન પર નાખવાનો રહેશે. આ આખી પધ્ધતિ અનુસર્યા બાદ જ વ્યક્તિ પૈસા ઉપાડી શકશે.
એસબીઆઈની નવી પધ્ધતિથી લોકો સાથે થતી છેતરપિંડી અટકશે તેવું જણાય રહ્યું છે. જો કે, આ પધ્ધતિનો આગામી તા.૧લી જાન્યુઆરીથી અમલ થવા જઈ રહ્યો છે. આ પધ્ધતિની અમલવારીના કારણે એટીએમમાં થતી છેતરપિંડી લોકોને બચાવી શકાશે. જો કે એસબીઆઈ વનટાઈમ પાસવર્ડ પધ્ધતિનો અન્ય એટીએમનો ઉપયોગ થઈ શકશે નહીં વનટાઈમ પાસવર્ડ પધ્ધતિન એસબીઆઈના એટીએમમાં જ અમલમાં મુકી શકાશે.
આ પધ્ધતિની અમલવારીમાં કેટલીક શરતો મુકવામાં આવી છે. જેમ કે, રૂપિયા ૧૦,૦૦૦ કે તેનાથી વધુની રકમ ઉપાડતી વખતે જ વનટાઈમ પાસવર્ડ સુવિધા અપાશે. આ ઉપરાંત પૈસા ઉપાડવાની અન્ય પધ્ધતિમાં કોઈ ફેરફાર થશે નહીં.અહીં નોંધનીય છે કે, એટીએમ પર છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યાં છે તેને ડામવા સરકાર પ્રયત્ન કરી રહી છે. જો કે, ગ્રાહકોની બેદરકારીના કારણે પણ આવા કિસ્સામાં સતત વધારો જોવા મળતા બેંકોએ હવે વનટાઈમ પાસવર્ડની પધ્ધતિ અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે જે ઘણા અંશે ગ્રાહકોને ફાયદાકારક નિવડશે. મોબાઈલ ગ્રાહક પાસે હશે તો તુરંત વનટાઈમ પાસવર્ડી ટ્રાન્ઝેકશનની વિગતો જાણી શકાશે.