સોમનાથી દિલ્હી સુધી ૧૮૦૦ કિ.મી.ની સાઈકલ રેલી યોજી રાષ્ટ્રપતિને આવેદન આપાશે
ભારતની આઝાદીની લડતમાં જેનો સિંહફાળો છે તથા ભારતીય યુવા હ્વદયની જેને ધડકન ગણવામાં આવે છે તેવા ક્રાંતિવીર શહીદ ભગતસિંહને ભારતનો સર્વોેચ્ચ રાષ્ટ્ર સન્માન ભારત રત્ન અપાવવા માટે ગુજરાતના જાગૃત યુવાનો મેદાનમાં આવ્યા છે. છેલ્લા વીસ વર્ષથી ભગતસિંહના વિચારોનો ફેલાવો કરવાનું કામ કરતા રાષ્ટ્રલવાદી સંગઠન ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા આ હેતુથી રનફોેર ભગતસિંહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાના ૩૦ જેટલા યુવાનો સોમનાથથી શરૂ કરીને દિલ્હી સુધીની સાઈકલ યાત્રા યોજી રહ્યા છે. ભગતસિંહ ક્રાંતિદળના કન્વિનર અને જાણીતા પત્રકાર, લેખન જિજ્ઞેશ કાલાવડિયાએ આ તકે જણાવ્યું હતું. કે કુલ ૫૦ દિવસની સાઈકલ યાત્રામાં ૩૦ થી વધુ યુવાનો દ્વારા કુલ ૧૮૦૦ કિલોમીટરનો પથ આવરી લેવામાં આવશે જે કુલ ૫ રાજયોમાં પસાર થઈને દિલ્હી પહોંચશે. આગામી ૩ ફેબુઆરીએ સૌરાષ્ટ્ર-ગુજરાતના જાહેર જીવનના અગ્રણીઓ-માન વતાવાદી સાધુ -સંતોની વિશાળ હાજરીમાં આયાત્રા સોમનાથથી સવારે ૯.૦૦ વાગ્યે પ્રસ્થાન કરશે. જે ગુજરાત, રાજસ્થાન ,હરિયાણા, ઉત્તરપ્રદેશ વિવિધ ભાગોમાં થઈને ભગતસિંહ, રાજયગુરૂ અને સુખદેવના બલિદાન દિવસ ૨૩ માર્ચ દિલ્હી પહોંચશે ૨૩ માચ આ ઉપલક્ષ્યમાં જંતર મંતર ખાતે એક વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આગામી સમયમાં વિશાળ પાયા પર રાષ્ટ્રવાદનું વાતાવરણ ઉભુ કરી રન ફોર ભગતસિંહ અભિયાનને સફળ બનાવવા હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે આગેવાનોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.