મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ‘ફાસ્ટ ગ્રોઈંગ બીઝનેસ’ કેટેગરી હેઠળ એવોર્ડ અપાયો
ઝડપભેર વિકસી રહેલા એફએમસીજી એટલે કે ફાસ્ટ મુવીંગ ક્ધઝયુમર ગૂડઝ બિઝનેસ ક્ષેત્રમાં વિશાળ તકો રહેલી છે. આ તકોને પારખીને આ બિઝનેશમાં નવી પ્રોડકટ સાથે ઝંપલાવનારા અનેક બિઝનેસમેનોએ ભારે સફળતા પ્રાપ્ત કરી છે. આવી એક એફએમસીજી કંપની કેબીઝેડએ ટુંકા સમયમાં સ્નેકસના રીટેલ ફિલ્ડમાં ધૂમ મચાવી છે. કેબીઝેડ વેફર્સ, ચીપ્સ, સોયાસ્ટીક, સેવમમરા વગેરે જેવી અનેક પ્રોડકટ બજારમાં ઝડપભેર લોકપ્રિય થઈ રહી છે જેથી, તાજેતરમાં એક ખાનગી ન્યુઝ ચેનલ દ્વારા કેબીઝેડના માલિક કૃષ્ણસિંહ ઝાલાને સ્નેકસ અને હેલ્ધી બ્રાન્ડ કેટેગરીમાં ‘ફાસ્ટ ગ્રોઈંગ બિઝનેસ’ તરીકે ‘પ્રાઈડ ઓફ ગુજરાત’ એવોર્ડ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે.
આ એવોર્ડ મેળવનારા કૃષ્ણસિંહ ઝાલાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે છેલ્લા ૧૦ વર્ષથી દ્વારકા -જામનગરમાં હોટલ દ્વારા ફૂડ લાઈન સાથે જોડાયેલા છીએ આ દરમ્યાન અમને લાગ્યું કે લોકોને રેડી-ટુ-ઈટ ખાવાની વસ્તુ વધારે પસંદ હોય વિકસાવીએ. કેબીઝેડની અમારી જે પ્રોડકટ છે. તે અમે હેલ્થને વધારે ધ્યાન રાખી બનાવવામાં આવી છે. કેબીઝેડમાં અમે ડ્રાયફૂટ, સોયાસ્ટીક, ચીપ્સ, વેફર્સ તથા બીજા નમકીન બનાવવામાં આવે છે. સૌથી વધુ પ્રાધાન્યતા લોકોના સ્વાસ્થ્યને લઈને છે. સ્વાસ્થ્ય ન બગડે, સ્વાસ્થ્ય સા રહે લોકોનું હેલ્થ સા રહે તે કેબીઝેડનું પ્રાધાન્ય છે. બીજી ઘી કંપનીઓ વધારે આપવા અથવા સસ્તુ આપવા હલ્કા પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરતી હોય છે. ત્યારે અમે સારી કવોલીટીનું મટીરીયલ આપીએ છીએ જેથી લોકોનું સ્વાસ્થ્ય સા રહે છે. ન્યુઝ ૧૮ દ્વારા પ્રાઈડ ઓફ ગુજરાત ફંકશન ગાંધીનગરમાં યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રીના હસ્તે ૨૫ અલગ અલગ ક્ષેત્રનાં વ્યકિતઓને એવોર્ડ મળવાનો છે. જેમાં ફૂડ ક્ષેત્રે કેબીઝેડને એવોર્ડ મળવાનો છે.
મા એવું માનવું છે કે સસ્તુ મળે એ માટે લોકોએ સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવી પ્રોડકટસ ન લેવી જોઈએ પેકેટમાં પાછળ જે ડીટેઈલ લખેલી હોય તે વાંચવી જોઈએ સ્નેકસ હોય છે એ બાળકો ખાતા હોય છે. માટે બાળકોનાં સ્વાસ્થ્યને તકલીફ ન થાય એવી વસ્તુ લેવી જોઈએ. અમારી અત્યારે ૩૬ પ્રોડકટસ લોન્ચ થઈ ગઈ છે. એના સીવાય અમે આવનારા સમયમાં જે પ્રોડકટસ આવવાની છે તે પણ સ્વાસ્થ્યને ધ્યાને લઈને જ પ્રોડકટ બનાવશું એ સીવાય સરકારના ધારાધોરણથી પણ વિશેષ ૫૮ માઈકોનનું મટીરીયલ વાપરીએ છીએ. અમે નાચોઝમાં મકાઈનો પાવડર જ વાપરીએ છીએ એકદમ સારી અને ઉચ્ચ કવોલીટીના ઈન્ડગ્રીનીયર વાપરીએ છીએ. સોયાસ્ટીક, સોયા સીપ્સ વેફર અને નમકીન બનાવીએ છીએ. કેબીઝેડ અત્યારે સૌરાષ્ટ્ર સિવાય અમદાવાદ, મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બધી જગ્યાએ પ્રોડકટસ મળે છે. આવનારા સમયમાં ફોરેનમાં પ્રોડકટસ એકસપર્ટ કરવાનું વિચારી રહ્યા છીએ.