રોજ ૮ થી ૧૦ વ્યકતીઓને શ્ર્વાન કરડે છે : વશરામ સાગઠીયા
શ્ર્વાન કરડવાની ફરિયાદો પણ પુષ્કળ છે લોકોને રસ્તા ઉપર જતા હોય ત્યારે શ્ર્વાન કરડે છે અને તે વ્યક્તિને હડકવા વિરોધી રસી મુકવા પાછળ અને તેને કરડવાની પીડા થાય તે વધારાની મુશ્કેલી સર્જે છે જો મહાનગરપાલિકા શ્ર્વાન વ્યંધિકરણ કુલ વસ્તીના ૨૦% થી ૨૫% લેખે શ્ર્વાન વ્યંધિકરણ કરેલા આંકડાઓ બતાવે છે તો ફક્ત ૪-૫ વર્ષની અંદર જ આ શ્ર્વાનની વસ્તી ખુબજ ઓછી થઇ જવી જોઈએ તેની બદલે વધી રહી છે તે ચિંતાનો વિષય છે અને ગંભીર બાબત છે હવે તો લોકો પણ ત્રાસી ગયા છે અને અમોને મૌખિક અને લેખિતમાં ફરિયાદ આવે છે સરેરાશ દરરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૦૧૫ થી ઓક્ટોબર-૨૦૧૯ સુધીમાં રૂ.૪,૨૪,૨૨,૩૫૦/- નો ખર્ચ માત્ર શ્ર્વાન વ્યંધિકરણ પાછળ ખર્ચ્યો છે તેમજ મહાપાલિકામાં માત્ર એક વર્ષનો શ્ર્વાન વ્યંધીકરણ અને હડકવા વિરોધી રસીકરણ કરવા પાછળનો અંદાજીત ખર્ચ દોઢ કરોડ થી પોણા બે કરોડ જેવો ખર્ચ મહાનગરપાલિકાને દર વર્ષે થાય છે તેમ છતાં શ્ર્વાનની વસ્તી ઓછી થતી નથી શ્ર્વાનની સરેરાશ આયુષ્ય ૪ થી ૬ વર્ષ ની હોય છે અને પાલતું શ્ર્વાનની સરેરાશ આયુષ્ય ૬ થી ૮ વર્ષ ની હોય છે તો પણ શ્ર્વાનની તો પણ શ્ર્વાનની વ્યંધીકરણની કામગીરી જોતા શ્ર્વાનની સંખ્યા (વસ્તી) ખુબ જ ઓછી થવી જોઈએ તેની જગ્યાએ શ્ર્વાનની વસ્તી છેલ્લે વર્ષમાં અંદાજીત ૨૦૦૦ જેટલો વધારો થયો છે કોઠારીયા અને વાવડી ૨૦૧૪માં રાજકોટ મનપામાં ભળેલ છે તેમજ ૨૦૧૫ પછી ૩૦૦૦ શ્વાનની વસ્તી હતી અને હવે ૨૦૧૯-૨૦માં ૩૨૦૦ શ્વાનની વસ્તી થયેલ છે જે સ્પષ્ટ છે કે શ્ર્વાનની વસ્તી વધતી જાય છે.
થી ૩ વ્યક્તિને કુતરા કરડવાની ફરિયાદો લોકો મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધાવે છે હકીકતમાં લોકો ફરિયાદ કરવાનું બને ત્યાં સુધી ટાળે છે અને એક અંદાજ મુજબ દરરોજ ૯ થી ૧૦ વ્યક્તિને શ્ર્વાન કરડવાની ઘટના રાજકોટ શહેરમાં દરરોજ બને છે આ જટિલ સમસ્યાનો ઉપાય રાજકોટ મહાનગરપાલિકાએ ગંભીરતાપૂર્વક લેવો જોઈએ અને રાજકોટની જનતાને શ્ર્વાનના ત્રાસમાંથી મુક્ત કરવા જોઈએ વિપક્ષી નેતાં વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે