બૌઘ્ધિક વિચારધારાની સાથે એજયુકેશન સ્તર નીચુ હોય જેથી આજે માનવી અનેક મુશ્કેલી વહોરી રહ્યો છે ત્યારે ઓશોના વૈજ્ઞાનિક વિચારો સમાજ, દેશને ઉગારવા બની રહ્યા છે સક્ષમ
ઓશો સાથે જોડાયેલા અને ઓશોને પોતાનામા ગ્રહણ કરનારા માધવીજી સાથે સ્વામી સત્ય પ્રકાશજીએ ‘અબતક’ની ખાસ મુલાકાત લઈ ઓશોના વિચારો ‘અબતક’ મીડીયા સમક્ષ મૂકયા હતા. ઓશોના પ્રખર વકતા માધવીજી હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હોય ત્યારે રાજકોટ ખાતે ‘અબતક’ મીડીયા સાથે ઓશોના વિચારોની ખાસ વાતચીત કરી હતી.
ઓશોના વિચારો જણાવતા માધવીજીએ કહ્યું હતુ કે આજે ભારતીયો ટેકનીકલી એડવાન્સ બન્યા છે. પરંતુ માનસિક રૂપથી આજે પણ તેનામાં વૈચારિક ક્રાંતી આવી નથી. ઓશોએ બધા પક્ષ માટે કામ કર્યું છે. બધી વિચારધારાના લોકોએ તેમના વિચારોને ગ્રહણ કરવા જોઈએ. ઓશોના આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક વિચારો હજુ ૫૦૦ વર્ષ કે તેથી વધુના વર્ષો સુધી ટકી શકે તેમ છે.
ઓશો પોતાના જીવન દરમ્યાન દરેક ધર્મ ઉપર બોલ્યા છે અને દરેકને નવો રાહ ચીંધ્યો છે. આજે સાચુ બોલવામાં દુનિયા ડરી રહી છે.તેના ઉપર પ્રકાશ પાડતા માધવીજીએ જણાવ્યું હતુ કે બાળકના જન્મ બાદ તેને પ્રથમ શિક્ષા માતા-પિતા ત્યારબાદ સમાજ, મિત્રો, સંબંધીઓ પાસેથી મળતી હોય છે. જયાં જ આપણી ભાવનાઓને દબાવી દેવામાં આવે છે. એટલે કે આપણા શિક્ષણમાં જ સુધારાની જરૂર છે.
આ પ્રકારના શિક્ષણ માટે ઓશો જગતમાં ક્રાંતિ આવી છે.જયાં વ્યકિતની મૌલિક પ્રતિભાને ખીલવવા દેવામાં આવે છે. આમ ઓશોનો વિચાર સમાજની વિચારધારાથી કંઈક અલગ જ છે.
રેપ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, આજે દેશમાં બળાત્કારના કિસ્સા વધવાનું એકમાત્ર કારણ નિમ્ન શિક્ષણ છે. આ બાબતે ગુજરાત સૌી આગળ છે. કેમ કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઉંચુ છે. અહીં રેપના કિસ્સા બહુ ઓછા બને છે. અહીંના ગરબાં દેશ માટે રોલ મોડેલ બન્યા છે. કારણ કે, નવરાત્રીમાં યુવક-યુવતીઓ એકી સો રમી નેગેટીવીટીને દૂર કરે છે. જેની સરખામણીમાં બીજે ડિસ્ટન્સ વધારાતું હોય છે અને તેી જ નેગેટીવીટી આવતી હોય છે. જેી ન બનવી જોઈતી ઘટનાઓ વધુ પ્રમાણમાં બનવા પામે છે.
આયુર્વેદ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે આજે હાઈબ્રીડ અનાજ પાકે છે. જે કિડની, હાર્ટ ફેઈલ કરે છે. સમાજમાં દવાનું વેચાણ વધારવા ખાવામા જ ઝેર ભેળવાઈ રહ્યું છે. જો કે અત્યારે ઘણી સંસ્થાઓ આયુર્વેદ તરફ વળી છે. ઉદ્યોગપતિઓ, શ્રીમંત પરિવારો પોતાનું ફૂડ ઓર્ગેનિક બનાવી શકે પણ મધ્યમ વર્ગ માટે આ મુશ્કેલ બન્યું છે. ધર્મગૂરૂઓ લકઝરી વસ્તુઓ ધરાવતા હોવાના સંદર્ભમાં માધવીજીએ જણાવ્યું હતુ કે ધર્મગૂરૂઓ વ્યકિતને આધ્યાત્મિક બનાવી શકે પણ અત્યારે જરૂરતમંદ સમાજ ઉભો થયો છે. તેનો કોઈ ઉપાય ન કરી શકે. ભકતો તેમને બધુ અપાવે છે. તેઓ કયારેય જરૂરતમંદોને પેદા કરતાજ નથી આથી બધાએ પોતાની જવાબદારી સંભાળી જીવવું જોઈએ.
દેશના પછાત વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ હોવાથી રેપના કિસ્સાઓ વધે છે. આ અંગે બાળકોને પહેલેથી જ શિક્ષણ આપવામાં આવે તો આવી બાબતો નષ્ટ થઈ શકે. ઓશોએ લગભગ ૬૦૦૦ જેટલા પ્રવચનો આપ્યા છે. આગામી વર્ષોમાં ઓશોના વૈજ્ઞાનિક વિચારોનો દુનિયાભરમાં ખૂબ મોટો પ્રભાવ પણ પડશે. રાજકોટની મુલાકાતે આવેલા માધવીજી આગામી ત્રણ દિવસ મોરબીમાં ‘ન્યુયર’ થીમ ‘ઓશો રંગ બરસે’ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.
કાલે, આજે અને કાલે પણ ઓશો વિચારો રહેશે અકબંધ
વર્ષો પૂર્વે રજૂ થયેલા ઓશોના વિચારો આજે પણ એટલા જ અકબંધ છે. ઓશોના વૈજ્ઞાનિક વિચારો ૫૦૦ વર્ષ બાદ પણ પ્રભાવ પાડી શકે તેવા છે ઓશો દરેક ધર્મ ઉપર બોલ્યા છે. અને જ્ઞાન પીરસ્યું છે. દરેક વ્યકિત પોતાની રીતે ઓશોના વિચાર ધારણ કરે તો આજની દરેક સમસ્યાઓનો અંત આવી શકે ઓશો જગતમાં વૈજ્ઞાનિક વિચારોથી વ્યકિતની મૌલિક પ્રતિભાઓને દબાવવાતી નથી. એટલે કે વર્ષો પૂર્વેના ઓશોના વૈજ્ઞાનિક વિચારો વર્ષો પૂર્વે, આજે અને આગામી સદીઓ સુધી પ્રભાવશાળી બની શકે તેવા છે.
દરેક વ્યકિતએ પોતાની રીતે ઓશોના વિચારો અપનાવવા જરૂરી
ઓશો પોતાના જીવન દરમ્યાન દરેક ધર્મ ઉપર બોલ્યા છે. વૈચારિક ક્રાંતિ લાવવા મનુષ્ય જાતી માટે વૈચારિક વિચારો વિશ્ર્વ ફલક ઉપર રજૂ કર્યા છે. અનેક પ્રવચનો પણ આપ્યા છે. માધવજીના જણાવ્યા મુજબ હવે પૃથ્વી મનુષ્ય જાતીનું આયુષ્ય માત્ર ૨૦૦ વર્ષનું રહ્યું છે. કારણ કે વિશ્ર્વના દરેક દેશો લડવા પોત પોતાની રીતે તૈયાર થયો છે.જેને કારણે ફરી વિશ્ર્વ યુધ્ધ સર્જાશે અને જેના કારણે માનવી જ માનવીનું અસ્તિત્વ ખત્મ કરી નાખશે આ માટે દરેક વ્યકિત આધ્યાત્મિકની સાથે ઓશોના વૈજ્ઞાનિક વિચારો અપનાવે તે જરૂરી બન્યું છે.
છોકરા-છોકરીઓને એકસમાન ગણતા ગુજરાત પાસેથી દેશે શીખવા જેવુું જોઈએ
ગુજરાત ખરેખર આપણા દેશ માટે રોલમોડેલ બન્યું છે. કારણ કે અહી સમૃધ્ધતાની સાથે શિક્ષણનું સ્તર ઉચુ આવ્યું છે. ગુજરાતમાં દિકરા-દિકરીઓને એક સમાન ગણવામાં આવે છે. તેમાં કોઈ ભેદભાવ રાખવામા આવતો નથી. નવરાત્રી વખતે યુવક-યુવતીઓ સાથે ગરબે ધૂમે છે. તેજ બતાવે છે કે અહી દિકરા-દિકરીઓ એક સમાન છે યુ.પી. બિહાર જેવા ઘણા રાજયોમાં શિક્ષણનું સ્તર નીચુ છે જેથી છોકરા-છોકરીઓ વચ્ચે ઘણુ અંતર રાખવામાં આવે છે. જે મુદો આખા દેશે ગુજરાત પાસેથી શીખવા જેવો છે.
વૈચારિક ‘અછૂતપણા’એ રેપના કિસ્સા વધારી દીધા છે
આજે દિન પ્રતિદિન આપણે રેપના કિસ્સાઓ વાંચી, સાંભળી હચમચી જઈએ છીએ અને આવા તત્વો સામે રોષ પ્રગટ કરીએ છીએ પરંતુ આનુ મૂળ કારણ વિચારોનું અછૂતપણુ છે જયાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. તેમજ આવી બાબતોનું જ્ઞાન સમાજમાં નથી તેથી બળાત્કારના ઢગલા બંધ કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે. લોકો જેમ જેમ આવી બાબતો, શિક્ષણથી દૂર ભાગે છે. તેમ આવી ઘટનાઓ વધુને વધુ બની રહી છે. જો વ્યકિતમા વૈચારિક ક્રાંતી આવે તો જ આવી બાબતોને ડાભી શકાય તેમ છે.