આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવીને નીચલી કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી હતી
દેશભરમાં વર્તમાનમાં મોટી સામાજીક સમસ્યા બની ગયેલા દુષ્કર્મના દુષણને સંપૂર્ણ પણે ડામી દેવાની લોક માંગણી હવે પ્રબળ બની છે. ત્યારે આ દિશામાં હવે ન્યાય તંત્ર પણ બળાત્કારની ઘટનામાં દોષીઓને બચાવ માટે જરા પણ અવકાશ ન મળે તે માટે ગંભીર બન્યું છે. ગઈકાલે ૨૨ વર્ષના આરોપીએ ત્રણ વર્ષની માસુમ બાળકીને સુરતમાં દુષ્કર્મનો ભોગ બનાવી મારી નાખવાના બનાવમાં ન્યાયની પરિભાષામાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણીને મૃત્યુ દંડની સજા યથાવત રાખતો ચૂકાદો આપ્યો હતો.
હાઈકોર્ટની ડિવિઝન બેંચના ન્યાય મૂર્તિ બેલા ત્રિવેદી અને એ.સી રાવે આરોપી અનિલ યાદવને ૧૪ ઓકટોબર ૨૦૧૮ના રોજ સુરતમાં લીંબાયત વિસ્તારમાં આચરેલા જનધન્ય અપરાધ બદલ સજામાં કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આરોપી અનિલ યાદવે કરેલા જધન્ય અપરાધના પાંચ મનિના ગાળામાંજ ટ્રાયલ કોર્ટે ચૂકાદો આપીને યાદવને મૃત્યુદંડની સજા ફટકારી હતી. હાઈકોર્ટે પણ આ કેસમાં તાત્કાલીક અપીલની સુનાવણી અને રાજય સરકારની રીવ્યુઅરજીનો પણ તાત્કાલીક ઉકેલ લાવી દીધો હતો.
અનિલ યાદવને હત્યા, જધન્ય દુષ્કર્મ અને પૂરાવાઓનો નાશ કરવા બદલ આરોપી ઠેરવીનેમૃત્યુ દંડની સજા યથાવત રાખી હતી.
સગીરવયની બાળકી ૧૮ ઓકટોબર ૨૦૧૪ના દિવસે સાંજે ગુમ થયા બાદ બીજા દિવસે સવારે આરોપી યાદવના ઘરમાંથી પ્લાસ્ટીકની કોથળીમાં વિંટાળેલા મૃત્યુદેહના રૂપમાં બાળકી મળી આવી હતી. શૈતાન અપરાધી અનિલ યાદવ ગુમ થયેલી બાળકીને શોધવાની કામગીરીમાં પણ જોડાયો હતો.
પરંતુ ત્યારબાદ પોતે કરેલા પાપના ડરથી ભાગી ગયો હતો અને તેનું ઘણ તાળુ મારીને બંધ કરી દીધેલુ જોવા મળતા પોલીસને શંકા ગઈ હતી. ભોગ બનનાર બાળકીના પરિવાર નીચે જ યાદવ રહેતો હતો યાદવ તેના વતન બિહાર ભાગી ગયો હતો. પોલીસે તેને ૧૯મી ઓકટોબર ૨૦૧૮ના દિસે બકસર જિલ્લાના મનિયા ગામથી ઝડપી લીધો હતો.
નીચલી અદાલતમાં ચલેલા આ કેસમાં આરોપીને મૃત્યુદંડની સજા થઈ હતી તેની સામે આરોપીએ અપીલ કરી હતી જેમાં હાઈકોર્ટેણ તેની સજા યથાવત રાખી હતી.
નરાધમનો લુલો બચાવ: પીધેલો હતો તેની કૃત્યનું ભાન ન રહ્યું!
દેશમાં મોટાભાગે બનતા જધન્ય અપરાધોમાં આરોપીઓની એકવાત સમાન ધોરણે સામે આવતી હોય છે તે નશાની હાલતમાં આવા બનાવો બનતા હોય છે.
સુરતમાં સચીન જીઆઈડીસીમાં ચાર ર્વેની બાળકીનાં બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીએ કબુલ કર્યું હતુ કે બનાવની રાત્રે તેણે ખુબ દારૂપીધો હતો અને ૧૫ ડીસેમ્બરની રાત્રે શું બન્યું હતુ ? તેની કંઈક ભાન ન હતી જોકે પોલીસે દાવો કર્યો હતો કે તે પીધેલો હતો. તેના કોઈ પૂરાવા મળ્યા નથી જોકે બનાવ બાદ પાંચ દિવસ પછી આરોપી ઝડપાયો હોવાથી પોલીસ આ અંગે સંપૂર્ણ સત્ય શોધી શકી નહી પરંતુ આરોપી નિયમિત દારૂ પીવાની આદત ધરાવતો હોવાની બાબત બહાર આવી છે.
સચીન જીઆઈડીસીનાં પીઆઈ તડવી એ જણાવ્યું હતુ કે અમરી તપાસમાં આરોપી પીધેલ હોવાના કોઈ પૂરાવા મળ્યા નથી શહેર પોલીસે તપાસ દરમ્યાન ૩૦૦જેટલા કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા પરંતુ તે રાત્રે આરોપી દારૂ પીવા ગયો હોયતેવા કોઈ ફૂટેજ મળ્યા ન હતા. આમ સજાથી બચવા માટે આરોપીએ પોતે પીધેલો હોવાથી આ અપરાધ કરી બેઠા હોવાનું લુલો બચાવ કર્યો હતો. પરંતુ આરોપીની કોઈ કારી ફાવી ન હતી. નીચલી અને ઉપલી અદાલત સુધી તેની મૃત્યુ દંડની સજા યથાવત રહેવા પામી છે.