૩૪ લાખ કર્મચારીઓની આતુરતાનો અંત સરકાર દ્વારા ત્વરિત અમલવારીનું સૂચન
નાણા મંત્રાલય દ્વારા સરકારી કર્મચારીઓને ૧ જુલાઈથી જ સાતમાં પગાર પંચની અમલવારી કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ અંગે ગત મહિને કેબિનેટ દ્વારા સાતમાં પગાર પંચને લાગુ કરવા માટેના પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો હતો. જેનો લાભ ૩૪ લાખ કર્મચારીઓને મળશે.
આ અંગે વિવિધ મંત્રાલયોને તેમના ઓર્ડર ઈસ્યુ કરવા માટેક સૂચના આપવામાં આવી હતી. જેની અમલવારી આ મહિનાથી જ કરી સરકારી કર્મચારીઓને માટે કરવા માટે જણાવવામાં આવ્યું છે.
સરકારે સાતમા પગાર પંચની લાગુ કરવાની માંગણીને મહોર મારી છે સાતમા પગાર પંચ દ્વારા ૧૯૭ ભથ્થાની ફેર વિચારણા કર્યા બાદ ૫૩ નિવારી બીજા ૩૭ પ્રકારના ઉમેરવાનું સૂચન કર્યા બાદ ત્વરીત લાગુ કરવામાં આવશે.
વધારાના લાભ લાગુ કરવા માટે ભથ્થુ વધારવામાં આવશે જેના માટે વાર્ષિક ૩૦,૪૭૮ કરોડ ‚ાની ફાળવણી કરવામાં આવે તેવો અંદાજ છે. તેમજ ચૂકવણી માટે પેનલ દ્વારા વાર્ષિક ૨૯,૩૦૦ કરોડ વધારે ચૂકવવા પડશે આ ફેરફાર બાદ વધારાના કુલ ફ૧,૪૪૮.૨૩ કરોડની ચૂકવણી કરવામાં આવશે.
સરકારે જણાવ્યું હતુ કે ઘરભાડા પેટેના ચૂકવણીના દરો માટે ૨૪,૧૬,૮ ના દરો જે તે શહેરોને લાગુ કરાશે જેમાં ૫૪૦૦,૩૬૦૦ અને ૧૮૦૦ ના ૭૫ લાખ પગારદારોને લાભ મળશે. પગાર પંચ દ્વારા ફેર વિચારણા બાદ ઘરભાડા અને ડીએમાં ૫૦ થી ૧૦૦ ટકા વધારાના સૂચન કરવામાં આવ્યા હતા. જેમાં સરકારે ફેરફાર બાદ ૨૫ થી ૫૦ ટકાને મંજૂરી આપી હતી. સરકાર દ્વારા ડીફેન્સ, સિકયુરીટી અને પેરામિલીટરી ફોર્સના વિવિધ સ્તરે પગારમાં વધારા ભથ્થા જાહેર કર્યા છે.