ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના વડપણ હેઠળ ગણતરીની મિનીટોમાં ઓપરેશન પૂર્ણ કરાયુ
મોકડ્રીલ જાહેર થતા પોલીસે રાહત અનુભવી: મોકડ્રીલ માટે સિમ્બોલીક તૈયાર કરેલા
એરક્રાફટમાંથી પોલીસે સલામત રીતે મુસાફરોને દુર કરી આતંકવાદીને ઝડપી લીધો
રાજકોટમાં ૨૬ જાન્યુઆરીના પ્રજાસતાક દિવસની રાજય કક્ષાની ઉજવણી થવાની છે ત્યારે આંતકવાદીઓ દ્વારા રાજકોટથી દિલ્હી જવા ટેક ઓફ થયેલી એરક્રાફટમાં બોમ્બ મુકયાના નનામા ફોન સાથે ગણતરીની મિનીટોમાં ડીસીપી ઝોન-૨ના માર્ગ દર્શન હેઠળ ઓપરેશન પૂર્ણ કરાયા બાદ સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવતા પોલીસ સ્ટાફે રાહત અનુભવી હતી.
રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયેલી ફલાઇટમાં બોમ્બ મુકવામાં આવ્યાની અને એક કલાક બાદ બ્લાસ્ટ થવાનો હોવાનો પોલીસ કંટ્રોલ મમાં આવેલા નનામા ફોન સાથે સમગ્ર શહેરના પોલીસ સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યા બાદ તમામ સ્ટાફ માત્ર ૩ થી ૫ જ મિનીટમાં એરપોર્ટ પર પહોચી ગયો હતો.
એરપોર્ટ પર પોલીસ સ્ટાફ પહોચ્યો ત્યારે ત્યાં એરક્રાફટ ફરી લેન્ડ કરાવ્યું હોવાથી પોલીસ સ્ટાફે એરક્રાફટના મુસાફરોને સલામત સ્થળે લઇ જઇ તમામ માલ સામાનનું બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા ચેક કરી બેમ્બ શોધી સ્પેશ્યલ ટોલીની મદદથી દુર જઇ જઇ બોમ્બ નકામો કર્યો હતો. અને પોલીસ કંટ્રોલ મમાં ફોન કરનાર શખ્સને પણ એરપોર્ટના પ્રતિબંધીત વિસ્તારમાંથી પકડી પૂછપરછ કરતા તે ત્રાસવાદી હોવાનું બહાર આવ્યા બાદ સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ જાહેર કરતા પોલીસ સ્ટાફ અને એરપોર્ટ ખાતેના મુસાફરો તેમજ અન્ય કર્મચારીઓએ રાહત અનુભવી હતી.
મોકડ્રીલ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના સુપરવિઝન હેઠળ યોજવામાં આવેલી બોમ્બ અંગેની મોકડ્રીલમાં એસીપી પી.કે.દિયોરા, ક્યુ.આર.ટી., બોમ્બ ડીસ્પોઝલ, ગાંધીગ્રામ પી.આઇ. કે.એ.વાળા, ક્રાઇમ બ્રાન્ચ પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, એસઓજી પી.એસ.આઇ. એચ.એમ.રાણા, ફાયર બ્રિગેડ સ્ટાફ એમ્બ્યુલશન સાથે એરપોર્ટ પર પહોચી પોતાની પોઝીશન સંભાળી સમગ્ર કામગીરી ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરી હતી.