સપ્તાહના અંતિમ દિવસે બજાર ગ્રીન ઝોનમાં, નિફટીમાં પણ ૯૫ પોઈન્ટનો ઉછાળો
સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં આજે ભારતીય શેરબજારમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ રોકાણકારોએ વિશ્ર્વાસ સો ખરીદીનો દૌર શરૂ કરતા આજે ઈન્ટ્રાડેમાં ફરી એકવખત સેન્સેકસે ફરીએકવાર ૪૧૫૦૦ની સપાટી ઓળંગી હતી તો નિફટી પણ ૧૨૨૦૦ની સપાટી પાર કરવામાં સફળ રહ્યું હતું.
આજે સવારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાનો ઈન્ડેક્ષો સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. છેલ્લા ોડા દિવસી ચાલી આવતી મંદી પર આજે બ્રેક લાગતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો. નવેસરી ખરીદીનો દૌર શરૂ તાં દિવસભર બજારમાં ત્તેજી જળવાય રહેવા પામી હતી. આજે ફરી એક વખત સેન્સેકસે ઈન્ટ્રાડેમાં ૪૧૫૦૦ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી.
બેંક નિફટી અને નિફટી મિડકેપ ૧૦૦માં પણ ભારે તેજી જોવા મળી હતી. તેજીમાં એકસીસ બેંકના ભાવમાં ૩ ટકા, બીપીસીએલના ભાવમાં ૨.૪૮ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશનના ભાવમાં ૨.૨૫ ટકા અને એસબીઆઈના ભાવમાં ૨.૧૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ત્તેજીમાં પણ વિપ્રો, બ્રિટાનીયા, યશ બેંક અને કોટક મહિન્દ્રામાં અડધાી લઈ દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકી ડોલર સામે આજે રૂપિયો ૦.૦૪ પૈસા તુટ્યો હતો. હાલ ડોલર ૭૧.૩૫ પર ટ્રેડ કરી રહ્યો છે.
આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૩૦ કલાકે સેન્સેકસ ૩૨૮ પોઈન્ટના ઉછાળા સો ૪૧૪૪૯ અને નિફટી ૯૫ પોઈન્ટના ઉછાળા સો ૧૨૨૨૨ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યાં છે.