શહેરના મુખ્ય માર્ગો પરથી સુત્રોચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદન
ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ખાતે નાગરિક સંશોધન બીલ (CAA)ના સમર્થનમા નાગરીક સમિતી વેરાવળ દ્વારા હજજારોની સંખ્યામાં ભાઇઓ તથા બહેનોની ઉપસ્થિતીમા રૈલી યોજી કલેકટરને આવેદનપત્ર અપાયુ. કેન્દ્ર સરકાર દ્વારા હાલમા જ ભારતીય સંસદના બંને ગૃહો લોકસભા અને રાજયસભામા લાવવામા આવેલ નાગરીકતા સંશોધન બિલ (CAA) જે રાષ્ટ્રપતિની મંજુરીથી નાગરીકતા સંશોધન અધિનિયમ (CAA) બની ગયો છે. આની ઘણા સમયથી રાહ જોવાય રહી હતી. તે નિર્ણયનો નાગરીક સમિતી ગીર સોમનાથ તથા સમગ્ર લોકો આવકારે છે, સમર્થન તથા આ કાર્ય માટે કેન્દ્ર સરકાર અને વડા પ્રધાનને અભીનંદન પાઠવે છે જેના સમર્થનમા ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ ખાતે ટાવરચોક ખાતે એક જાહેરસભાનુ આયોજન કરવામાં આવેલ જેમા સાસંદ રાજેશ ચુડાસમા, પૂર્વ રાજયમંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્યો રાજશીભાઇ જોટવા, ગોવિંદભાઇ પરમાર, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોર કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ લખમભાઇ ભેસલા, બાર એશોશીએશનના પ્રમુખ રીતેષભાઇ પંડયા, લોહાણા સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા, સોરઠ સુવર્ણકારના પ્રમુખ અરવીંદભાઇ રાણીંગા,જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસ ભાઇ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા, સહીત જીલ્લા ભરમાથી ભાજપના આગેવાનો, વિવિધ સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહીત હજજારોની સંખ્યામાં ભાઇઓ તથા બહેનો ની ઉપસ્થિતી જોવા મળી હતી. ટાવરચોક ખાતે સંવિધાનના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાને પુષ્પાંજલિ આપી રૈલી સ્વરુપે શહેરના મુખ્ય માર્ગો પરથી સૂત્રોચ્ચાર સાથે નીકળી ડે. કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. રાજેશ ચુડાસમા (સાસંદ, ગીર સોમનાથ) વેરાવળ મુકામે નાગરીક સમીતી ગીર સોમનાથ જીલ્લા દ્વારા ભફફને સમર્થન માટે ભવ્ય રૈલીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા વિશાળ સંખ્યામાં વેપારીઓ, સામાજિક, રાજકીય આગેવાનોની ઉપસ્થિતી જોવા મળી હતી. સરકારના આવા નિર્ણયને સમર્થન આપી સરકાર સાથે ઉભી જોવા મળી હતી.