અધિકારીઓ વિરુધ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ સોશિયલ મીડિયા મારફતે મળશે તો તેના પર લેવાશે આકરા પગલાઓ
આવક વેરા વિભાગનું નામ પડતાની સો જ લોકોમાં ભયનો માહોલ પ્રસપિત તો હોય છે. વિભાગ દ્વારા કરવામાં આવતી સર્વે અને સર્ચ કામગીરીી લોકોને અનેક વખત પારાવાર મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. તો ક્યાંક કરદાતાઓને આવકવેરા વિભાગ અને તેના અધિકારીઓ દ્વારા અનેકવિધ પ્રકારે તકલીફનો સામનો પણ કરવો પડે છે. ત્યારે ભારત સરકાર હેઠળ આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીઝ (સીબીડીટી)એ જાહેરનામુ પ્રસિધ્ધ કરતા જણાવ્યું છે કે, જે કોઈ અધિકારીઓ વિરુધ્ધ કરદાતાઓને હેરાન-પરેશાન કરવાની ફરિયાદ ડીજીટલ માધ્યમો જેવા કે, ટ્વીટર અને વોટ્સએપ ઉપર પ્રાપ્ત શે તો તેમના વિરુધ્ધ આકરા પગલા અને તેઓને દંડીત પણ કરવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીઝ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામાનાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારની ફરિયાદો સીસીઆઈટી પીસીઆઈટી લેવલ પર મુકવામાં આવશે. ત્યારબાદ નક્કર પગલાઓ અધિકારીઓ ઉપર લેવાશે. આવકવેરા વિભાગ પર કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવાની ફરિયાદને કોઈપણ રીતે અને વિભાગની છબીને નુકશાન પહોંચાડનાર અધિકારીઓ ઉપર જાણે સીબીડીટીએ લાલ આંખ કરી હોય તેવું લાગી રહ્યું છે. દેશભરમાંી એવા અનેકવિધ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં આવકવેરા વિભાગના અધિકારીઓ કરદાતાઓને અનેકવિધ રીતે હેરાન પરેશાન કરતા હોય. હાલના તબક્કે જે રીતે દેશની નાણાકીય સ્િિત નબળી છે. ત્યારે કેવી રીતે દેશના ર્અતંત્રને વેગવંતુ બનાવું તે દિશામાં દેશના નાણા મંત્રાલય અને તેના સંલગ્ન સીબીડીટી ગંભીરતાપૂર્વક વિચાર અને પગલાઓ લઈ રહ્યું છે.
સીબીડીટી દ્વારા કરદાતાઓને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે અને કચેરીના ધક્કાઓ ખાવા ન પડે તે માટે ફેસલેસ ટ્રાન્ઝેકશન અને ફેસલેસ કાર્ય વ્યવહાર કરવા માટે દેશના સમગ્ર આવકવેરા વિભાગને તાકીદ કરવામાં આવી છે. સાો સા ‘આસ્ક’ સેન્ટરને પણ ધમધમતા કરવામાં આવ્યા છે. જેી કોઈપણ પ્રકારની મુશ્કેલી કે તકલીફનો સામનો કરદાતાઓએ કરવો ન પડે. ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીઝ દ્વારા જે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈપણ પ્રકારની ફરિયાદો આવકવેરા વિભાગના અધિકારીઓ વિરુધ્ધ મળશે તો તેના પર આકરા પગલાઓ લેવામાં આવશે. છેલ્લા થોડા સમયી આવકવેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુધ્ધ અનેકવિધ પ્રકારની ફરિયાદો ઉઠવા પામી છે. જેી કહી શકાય કે સીબીડીટી દ્વારા હવે આવકવેરા વિભાગના અધિકારીઓ ઉપર બાજ નજર રાખવામાં આવશે અને કરદાતાઓને પણ આડકતરી રીતે સુચીત કરાયા છે કે તેઓને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હોય તો તેઓ તેની ફરિયાદ દાખલ કરાવી શકે છે.
એક જ નામના બે પાનકાર્ડ ધરાવવા તે ગંભીર ગુનો
કરદાતાઓ અનેકવિધ રીતે કરચોરી કરતા પકડાતા હોય છે. ત્યારે પોરબંદરના કરદાતા ઉપર જામનગર આવકવેરા વિભાગ દ્વારા સર્વે હા ધરવામાં આવ્યો હતો. આ તકે સર્વેમાં પ્રાપ્ત વિગતો મુજબ કંપનીના ડાયરેકટર પાસે બે પાનકાર્ડ એક જ નામના મળી આવ્યા હતા. જે અંતર્ગત આઈપીસી હેઠળ આવકવેરા વિભાગ સેકશન ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પોરબંદરમાં ગુનો નોંધ્યો છે. આ અંગે પોલીસ વિભાગ દ્વારા આરોપીને ધરપકડ કરી તેની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરના સિનિયર સીવીલ જજે તેની જામીન અરજી નકારી હતી અને જ્યુડીશ્યલ કસ્ટડીમાં ખસેડ્યા હતો. જ્યારે કંપનીના ધરપકડ યેલા ડાયરેકટરે ડિસ્ટ્રીકટ કોર્ટ પોરબંદર ખાતે જામીન અરજી કરી હતી. જ્યાં તેને જામીન પણ મળ્યા હતા. પરંતુ હકીકત એ છે કે, જે કોઈ પાન ધારક પાસે એક જ નામના બે પાનકાર્ડ હશે તે એક ગંભીર ગુનો ગણાશે અને તેના પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.