સરકારના આદેશ બાદ મ્યુનિ.કમિશનર રજા પર ઉતરી ગયા
મહાપાલિકામાં ગત ૧૮મી ડિસેમ્બરના રોજ મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ગેરબંધારણીય રીતે સભાગૃહમાં પોલીસને પ્રવેશ આપી જીપીએમસી એકટનો ભંગ કરનાર અને સામાન્ય સભાના નિયમનો છડેચોક ઉલાળીયો કરનાર મેયર બીનાબેન આચાર્ય વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલને કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હોય તેઓ ૧લી જાન્યુઆરી સુધી રજા પર ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત ૧૮મી જાન્યુઆરીના રોજ કોર્પોરેશનમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો સthe પોલીસે ગેરવર્તણુક કરી હતી. સભાગૃહમાં પોલીસને ગેરબંધારણીય રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સભાનું સંચાલન કરવાનો જીપીએમસી એકટનો પણ ભંગ કરવામાં આવ્યો હતો. આ અંગે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ઉપ નેતા મનસુખ કાલરીયા અને દંડક અતુલ રાજાણીએ ૨૦મી ડિસેમ્બરના રોજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને પત્ર લખી ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને શહેરી વિકાસ વિભાગ દ્વારા મ્યુનિ. કમિશનરને મેયર વિરુધ્ધ પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે. આ કામગીરી સત્વરે કરવાની તી હોય ઉદીત અગ્રવાલ લાંબી રજા પર ઉતરી ગયા છે અને પોતાની જવાબદારીમાંથી યેનકેન પ્રકારે છટકી જવાનો કે વિવાદમાં ન પડવાની ચાલ અપનાવી છે. કોંગ્રેસના કોર્પોરેટરે આજે અગ્ર સચિવને પત્ર લખી એવા મતલબની રજૂઆત કરી છે જો મેયર સામે ચાર દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ગાંધીનગર ખાતે ધરણા પર બેસી જશે.