ચોમાસા સુધી નિયમિત પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા આજીમાં જુલાઈ સુધીમાં ૬૦૦ એમસીએફટી અને ન્યારીમાં ૩૦૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા રાજ્ય સરકાર સમક્ષ ખોળો પથરાશે
ચાલુ સાલ ચોમાસાની સીઝન દરમિયાન મેઘરાજાએ રાજકોટ પર રેકોર્ડબ્રેક હેત વરસાવ્યું હતું. શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો દિવસો સુધી સતત ઓવરફલો થયા હતા. જળાશયો છલકાતાની સાથે જ કોર્પોરેશન દ્વારા નર્મદાના પાણીનો ઉપાડ ઓછો કરી દેવામાં આવ્યો હતો અને આજી અને તા ન્યારી ડેમમાંથી પાણી ઉપાડી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજી ડેમમાં હવે ફેબ્રુ્રઆરી માસના અંત સુધી ચાલે તેટલું પાણી છે જ્યારે ન્યારી ડેમ પર એપ્રીલના અંત સુધીનો મહેમાન છે. આવામાં ચોમાસા સુધી રાજકોટવાસીઓને નળ વાંટે નિયમીત ૨૦ મીનીટ પાણી આપી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત આજીમાં ૬૦૦ એમસીએફટી અને ન્યારીમાં ૩૦૦ એમસીએફટી પાણી ઠાલવવા માટે આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
કોર્પોરેશનના ઈનજેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત ઓગષ્ટ માસમાં આજી અને ન્યારી ડેમ ઓવરફલો યા હતા. સપ્તટેમ્બર માસ સુધી બન્ને જળાશયોમાં સતત ઓવરફલો ચાલુ રહ્યાં હતા. ડેમ છલકાતાની સો જ આ બન્ને જળાશયોમાં લેવામાં આવતું નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. ૨૯ ફૂટે ઓવરફલો તાં અને ૯૩૪ એમસીએફટી સંગ્રહ શક્તિ ધરાવતા આજી ડેમમાં હાલ ૬૦૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. રોજ વિતરણ માટે ડેમમાંથી ૫ એમસીએફટી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. દૈનિક વિતરણ, બાષ્પીભવન અને સોસનો હિસાબ કરવામાં આવે તો હાલ રાજકોટને ૭૦ દિવસ સુધી ચાલે તેટલું પાણી આજી ડેમમાં સંગ્રહિત છે. ફેબ્રુઆરી અંત સુધીમાં ડેમ ડુકી જાય તેવી હાલ શકયતા જણાય રહી છે. ન્યારી ડેમની વાત કરવામાં આવે તો ૨૫ ફૂટની ઉંચાઈ ધરાવતા અને ૧૨૦૦ એમસીએફટી સંગ્રહ શક્તિ ધરાવતા ન્યારી ડેમમાં હાલ ૧૦૦૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. હાલ જે રીતે ઉપાડ કરવામાં આવી રહ્યો છે તે જોતા ડેમ એપ્રીલ માસના અંત સુધી સા આપે તેવું લાગી ર્હયું છે. ચોમાસું પૂર્ણ યા બાદ મહાપાલિકા દ્વારા વર્ષ દરમિયાન પાણી પૂરું પાડવા માટેના આયોજન ઘડવામાં આવતા હોય છે .જેમાં બીજા વર્ષ માટે ૩૧ જુલાઈ સુધીનું આયોજન કરવામાં આવતું હોય છે. ચોમાસાની સીઝન દરમિયાન ડેમમાં સંતોષકારક પાણીની આવક ન થાય ત્યાં સુધી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં બે તબકકે ૬૦૦ એમસીએફટી જ્યારે ન્યારીમાં ૩૦૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવા માટે આગામી જાન્યુઆરી માસમાં રાજય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટવાસીઓને પાણીની આજીવન તકલીફ ન પડે તે માટે સૌની યોજના અંતર્ગત આ બન્ને જળાશયોમાં નર્મદાનું પાણી ગમે ત્યારે ઠાલવી શકાય તે માટે પાઈપ લાઈનનું નેટવર્ક બિછાવી દીધું છે. આજી ભલે ફેબ્રુઆરીમાં અને ન્યારી એપ્રિલમાં ડુકી જાય પરંતુ આ બન્ને જળાશયોમાં નર્મદાનું નીર ઠાલવી ચોમાસા સુધી રાજકોટવાસીઓને નિયમીત પાણી આપવામાં આવશે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા અન્ય એક જળાશય ભાદર પણ ચોમાસામાં છલકાઈ ગયો હતો. આવામાં ભાદરમાં પણ એક વર્ષ ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ છે. ટૂંકમાં પાણી પ્રશ્ર્ને રાજકોટવાસીઓને રતિભાર ચિંતા કરવાની આવશ્યકતા નથી.