કાલે વોર્ડનં-૨,૪, અને ૯માં સેવાસેતુ કાર્યક્રમ

હોમિયોપેથીક ડો.મેઘાણી દ્વારા નિશુલ્ક ડેન્ગ્યુની અટકાયતી દવા આપવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પાંચમા તબક્કાના સેવાસેતુમાં શુક્રવારે રોજ સવારે ૦૯:૦૦ કલાકે વેસ્ટ ઝોન વોર્ડ નં.૦૯મા રાજ પેલેસ સામે, સાધુ વાસવાણી રોડ, ખાતે યોજાશે. જેમાં મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, કોર્પોરેટર પુષ્કરભાઇ પટેલ, રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવિયા, વોર્ડ પ્રભારી ડો.ગીરીશભાઈ ભીમાણી, વોર્ડ પ્રમુખ પ્રદીપભાઈ નિર્મળ, વોર્ડ મહામંત્રી હિરેનભાઈ સાપરીયા, વિરેન્દ્રભાઈ, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

ઈસ્ટ ઝોન વોર્ડ નં.૦૪મા સવારે ૦૯:૦૦ કલાકે, મોરબી રોડ, જકાત નાકાની બાજુનું ગ્રાઉન્ડ, ખાતે યોજાશે. જેમાં, ધારાસભ્ય અરવીંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, રેખાબેન ગજેરા, સીમ્મીબેન જાદવ, શહેર ભાજપ મંત્રી મધુબેન કુંગશીયા, વોર્ડ પ્રભારી અશોકભાઈ લુણાગરીયા, વોર્ડ પ્રમુખ સી.ટી. પટેલ, વોર્ડ મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૦૨મા સવારે ૦૯:૦૦ કલાકે, શાળા નં.૫૯, બજરંગ વાડી, પાણીના ટાંકા ખાતે યોજાશે. જેમાં, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, દંડક અજયભાઈ પરમાર, મહામંત્રી જીતુભાઈ કોઠારી, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, ડો.દર્શિતાબેન શાહ, સોફીયાબેન દલ, અગ્રણી ડો.શૈલેશભાઈ વસાણી, રાજેશભાઈ કુંગસીયા, મોહનભાઈ વાડોલીયા, જનકભાઈ મહેતા, અજયસિંહ જાડેજા, વોર્ડ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.લોકોને જુદી જુદી યોજનાઓ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવાસેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવશે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે.

સેવાસેતુ કાર્યક્રમમાં હોમ્યોપેથીક ડો.મેઘાણીની ટીમ દ્વારા નિશુલ્ક ડેન્ગ્યુંની અટકાયતી દવા આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.