શિયાળો આવે એટલે દરેકને કઈક નવું કરવાનું મન થાય. ત્યારે શું તમે કાજૂમાથી બનાવ્યું કઈક આવું જે કરી દેશે તમારા આરોગ્ય એકદમ શિયાળાને અનુરૂપ બનાવી દેશે અને એક અલગ પ્રકારનું કાજૂનું સૂપ આજે તમે પણ બનાવી જોવો.
સૌ પ્રથમ આ સૂપ બનાવવા માટે સામગ્રી :-
- ૧ ટેબલસ્પૂન માખણ
- ૧ ડુંગળી
- ૧ શલગમ
- ૧ બટાકું
- ૧ ગાજર છીણેલું
- ૧ કપ દૂધ
- ૧ ટીસ્પૂન કોન્ફલોર
- ૨૫ ગ્રામ કાજૂ
- ૧/૨ ટીસ્પૂન ખાંડ
- ૧/૨ કપ ક્રીમ
- ૧/૪ એલયચી ભૂકો
- ૧/૮ ટીસ્પૂન જાયફળ પાઉડર
- મીઠું સ્વાદઅનુસાર
સૂપ બનાવાની રીત :-
- સૌ પ્રથમ એક વાસણમાં માખણ લઈ ગરમ કરવું
- થયાં ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરવી.
- તે બદામી થાય ત્યારબાદ ગાજરનું છીણ શલગમ અને પાણી ઉમેરવું તેને બાફ્વાં મૂકી દેવું
- .સરખું બફાય ગયાં બાદ તેને ઠંડુ કરવા રાખવું તે થયા બાદ તેને મિક્ષરમાં કૃશ કરી લેવું તે એક ઘટ કરવું અને ગાળી લેવું અને ઉકળવા મૂકવું.
- દૂધમાં કોનફ્લોર મિક્સ કરી નાખવું આં બધાં મિશરણને ઉકાળી લેવું.
- આ થયા બાદ તેમાં કાજૂનો ભુક્કો ઉમેરવો અને મીઠું અને ખાંડ નાંખી હલાવી લેવું. આં થયાં બાદ અંતે તેમાં ક્રીમ જાયફળ અને એલાયચી પાઉડર નાખી દેવો.
તો આ થયાં બાદ તેને ગરમ- ગરમ સર્વ કરો. તો તૈયાર છે કાજૂ અને માખણનું સૂપ.