મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ જયારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણામાં સમર્થન રેલીમાં હાજરી આપશે: સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં રેલી યોજાશે
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલી નાગરિક સંશોધન કાયદાનાં વિરોધમાં ગુજરાત સહિત દેશનાં અનેક રાજયોમાં તોફાનો થઈ રહ્યા છે ત્યારે આ કાયદા અંગે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નાગરિક સંશોધન કાયદાનાં સમર્થનમાં આજે સૌરાષ્ટ્રમાં ૬ સહિત ગુજરાતમાં ૨૬ શહેરોમાં વિવિધ નાગરિક સમિતિ આયોજીત સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણા ખાતે જયારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી વડોદરા ખાતે સમર્થન રેલીમાં ઉપસ્થિત રહેશે.
આજે રાજયમાં અલગ-અલગ ૨૬ શહેરોમાં નાગરિક સંશોધન કાયદાનાં સમર્થનમાં રેલી યોજાશે. વડોદરા ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ભાર્ગવ ભટ્ટ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ, કર્ણાવતી (અમદાવાદ) ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ આઈ.કે.જાડેજા, મહેેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયા અને જગદીશભાઈ પટેલ, વલસાડ ખાતે મંત્રી રમણભાઈ પાટકર, નવસારી ખાતે મંત્રી કિશોરભાઈ કાનાણી અને નિરંજન જાંજમેરા, સુરત ખાતે ભરતસિંહ પરમાર અને મંત્રી ગણપતભાઈ વસાવા, તાપી ખાતે આર.સી.ફડદુ તથા બાલકૃષ્ણ શુકલ, ભરૂચ ખાતે ઈશ્ર્વરભાઈ પટેલ, ડો.જયોતીબેન પંડયા અને રાજેશભાઈ પાઠક, નર્મદા ખાતે મોટીભાઈ વસાવા અને સતિષભાઈ પટેલ, છોટાઉદેપુર ખાતે બચુભાઈ ખાબડ અને રાજેશભાઈ પટેલ, પંચમહાલ ખાતે જયદ્રથસિંહ પરમાર અને પરાક્રમસિંહ જાડેજા, મહિસાગર ખાતે પંકજભાઈ દેસાઈ અને હર્ષદભાઈ પટેલ, દાહોદ ખાતે કૌશિકભાઈ પટેલ અને અમિતભાઈ ઠાકર, આણંદ ખાતે ગોરધનભાઇ ઝડફીયા, યોગેશભાઈ પટેલ અને અમિતભાઈ શાહ, ખેડા ખાતે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયસિંહ ચૌહાણ અને મહેશભાઈ કસવાલા, ગાંધીનગર ખાતે ભીખુભાઈ દલસાણીયા, કુશળસિંહ પેઢેરીયા, ડો.ઋત્વિજ પટેલ, સાબરકાંઠા ખાતે નરહરી અમીન, પ્રદિપસિંહ વાઘેલા, દિનેશભાઈ અનાવડીયા, અરવલ્લીમાં હર્ષદગીરી ગોસ્વામી, રાજેશભાઈ પાઠક, પાટણમાં કે.સી.પટેલ, વાસણભાઈ આહિર અને મયંકભાઈ નાયક, કચ્છમાં દિલીપસિંહ ઠાકોર, બિપીનભાઈ દવે, દેવભૂમિ દ્વારકામાં જવાહરભાઈ ચાવડા, પ્રદિપભાઈ ખીમાણી, જુનાગઢમાં કુંવરજીભાઈ બાવળીયા, નિતીનભાઈ ભારદ્વાજ, અમરેલીમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયંતીભાઈ કવાડીયા, ભરતભાઈ ગાજીપરા, ભાવનગરમાં સૌરભભાઈ પટેલ, કિરીટસિંહ રાણા, બોટાદમાં વિભાવરીબેન દવે, અમોહ શાહ, બાબુભાઈ જેબલીયા જયારે સુરેન્દ્રનગર ખાતે યોજાનારી સમર્થન રેલીમાં મોહનભાઈ કુંડારીયા અને રાજયસભાનાં સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા ઉપસ્થિત રહેશે.
નાગરીક સંશોધન કાયદાનાં વિરોધમાં અગાઉ સૌરાષ્ટ્રનાં જે પાંચ જિલ્લા રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં રેલી યોજાઈ ગઈ છે અથવા કલેકટરને આવેદનપત્ર આપી દેવામાં આવ્યું છે ત્યાં આજે રેલી યોજવામાં આવશે નહીં. ભાજપની ભગીની સંસ્થાઓ દ્વારા આજે સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.