અનિલ જ્ઞાનમંદિર અને સ્વસ્તીક ગર્લ્સ હાઈસ્કુલના બાળકોએ વિવિધ કૃતીઓ રજૂ કરી
સરગમ કલબ સંચાલીત અનિલ જ્ઞાનમંદિર, શ્રી સ્વતિક ગર્લ્સ હાઈસ્કુલનું વાર્ષિકોત્સવ જેની આ વર્ષની થીમ જીવતોત્સવ રાખવામાં આવી આ કાર્યક્રમ હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ૧૯ જેટલી કૃતિઓ હતી જેમાં ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ કાર્યકમ્રના ટ્રસ્ટી, શિક્ષગણ તથા વાલીઓ એ હાજરી આપી હતી.ગુણવંત ભાઈ ડેલાવાળાએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, અનિલ જ્ઞાન સ્કુલનું તેઓ છેલ્લા બારવ ર્ષથી સંચાલન કરે છે. બાલ મંદિરથી લય બાર ધોરણ સુધીનાં બાલકો અમારી શાળામાં અભ્યાસ કરે છે. બાળકોને સારૂ પ્લેટફોર્મ આપવાનો અમારો ધ્યેય છે. જેનાથી બાળકો પોતાની પ્રતિભા બહાર લાવી શકે, માટે અમારી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું અમે આયોજન કરતા રહ્યા છીએ આજના વાર્ષિકોત્સવમાં ૪૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો છે. અમારી વાલીઓને દરખાસ્ત છે તેઓ બાળકોને શિક્ષણ પ્રત્યેય વધુ પ્રોત્સાહીત કરે.
રિધી પરમાર વિદ્યાર્થીનીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે તે ધો.૧૧માં અભ્યાસ કરે છે. તેઓનું ગ્રુપ ડો. આનંદીના જીવનને પોતાના કૃતિમાં રજૂઆત કરી છે. આ વાર્ષિકોત્સવમાં તેમને ખૂબજ આનંદ થયો હતો.
અનિલ જ્ઞાનમંદિર તેમજ સ્વસ્વતીક ક્ધયા છાત્રાલયના આચાર્યા છાયાબેન દવેએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી આ શાળા સાથે સંકળાયેલા છે. અમારી શાળામાં શિક્ષણને નાના ઘરોનાં બાળકોથી લય જે બાળકો મધ્યમ વર્ગનાં છે. તેઓનાં વાલીઓ જે તેમના પર થોડુક ધ્યાન આપી શકે તેવા બધા વિદ્યાર્થીઓ બાળકો પર અમારા શિક્ષકો પોતાના બાળકો હોય તેવી રીતે તેમને શિક્ષણ આપે છે. અમે એક વર્ષ વાર્ષિકોત્સવ કરીએ છીએ અને બીજા વર્ષએ સાયન્સ ફેરની ઉજવણી કરે છે. આ વર્ષે અમારી વાર્ષિકોત્સવ થીમએ ‘જિવનોત્સવ’ રાખવામાં આવી છે. જીવનના કેટલાક રંગો છે. એ રજૂ કરવાનો અમારા વિદ્યાર્થીઓ દ્વારા આ વાષિકોત્સવમાં રજૂ કરવામાં આવશે.