નામ સુધારવા, સ્થળ બદલવા, નામ કમી કરવા તેમજ નવા નામ ઉમેરવા માટે ચૂંટણીતંત્રને ૨૪૦૦૦થી વધુ અરજીઓ મળી

ચૂંટણી તંત્ર દ્વારા હાલ ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં પ્રથમ રવિવારે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં ૧૨૦૦૦થી વધુ મતદારોએ મતદાર યાદીમાં સામેલ થવા માટે અરજી કરી હતી. આ સહિત નામ સુધારવા, સ્થળ બદલવા, નામ કમી કરવાની ૨૪૦0૦થી વધુ અરજીઓ ચૂંટણી તંત્રને મળી છે.

નવા નામ ઉમેરવા માટે જિલ્લામાં કુલ ૧૨૮૪૦ યુવા મતદારોએ ફોમ નં.૬ ભર્યા હતા. જ્યારે નામ રદ્દ કરવા માટે ૪૬૯૬ ફોર્મ નં.૭ કરવામાં આવ્યા હતા. પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા માટે કુલ ૪૫૬૫ મતદારોએ ફોર્મ નં.૮ ભર્યું હતું. જ્યારે એક જ વિધાનસભા મત વિસ્તારમાં એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે ૨૩૪૨ મતદારોએ ફોર્મ નં.૮-અ ભર્યા હતા. આમ પ્રથમ રવિવારની ખાસ ઝુંબેશમાં જિલ્લા ચૂંટણી તંત્રને ૨૪૪૪૩ અરજીઓ મળી હતી. હવે આગામી તા.૫ જાન્યુઆરી અને ૧૨ જાન્યુઆરીના રોજ રવિવારના દિવસે ખાસ ઝુંબેશ ચલાવવાાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.