મોટી સંખ્યામાં મહિલા મહાનુભાવોની ઉપસ્થિતિ: વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાયો
પડધરી તાલુકામાં ખામટા ગામે આવેલ એમ.જે.માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્ધયા છાત્રાલયમાં સમાજ દ્વારા દીકરી નું ઘડતર અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ સ્ત્રીઓના ઘડતર માટે હોય તે માટે મોટીવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈધ ને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે પોતાની સ્પીચ થી વિદ્યાર્થીઓ જીવનમાં આગળ કેવી રીતે વધવુ અને સશક્ત રહી સમાજમાં કઈ રીતે ચાલવું અને પોતાના કેરિયર બનાવવા કેવા કેવા પગલાં લેવા તે વિષે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. સાથે સાથે આ કાર્યક્રમ મહિલાલક્ષી હોય તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્ટેજ પર બધા મહિલા આગેવાનો ને જ બેસાડવામાં આવ્યા હતા. જેમાં અધ્યક્ષ સ્થાને કાજલ ઓઝા વૈધ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ ના ધર્મ પત્ની શાલીનીબેન પટેલ તેમજ કાર્યક્રમનાં ઉદઘાટક તરીકે પડધરી તાલુકા મામલતદાર ભાવનાબેન વિરોજા અને સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ ના ધર્મપત્નીએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ખામટા છાત્રાલયની બાળાઓએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કરાટે ના દાવ પેચ કરી આવેલ તમામ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સમગ્ર કાર્યક્રમ શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ પડધરી અને શ્રીમતી એમ.જે. માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી શિવલાલભાઈ ગઢીયા અને હંસરાજભાઈ લીંબાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટ ડોક્ટર પંપ શ્રી પરશોત્તમભાઇ કમાણીએ ઊંૠ થી કોલેજ સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કે જેના એક થી ત્રણ નંબર આવ્યા હોય તેને રોકડ પુરસ્કાર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.