IPOINT LOGO FOR HEADER 1 3
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૬૮૧.૫૪ સામે ૪૧૫૪૮.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૫૨૫.૮૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૧૬૫૭.૩૬ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૨૯૦.૦૦ સામે ૧૨૨૬૫.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૨૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૨૭૫.૫૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MAX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૮૦૪૦ ના મથાળેથી ખુલીને રૂ.૩૮૧૧૩ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૮૦૪૦ ના નીચા મથાળે નોંધાવી ૧૧૪ પોઈન્ટ વધારા સાથે રૂ.૩૮૧૦૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MAX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૫૦૫૧ ના મથાળેથી ખુલીને ૪૫૧૫૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૦૫૧ ના નીચા મથાળે નોંધાવી ૨૨૯ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૫૧૩૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

7537d2f3 18

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના બીજા દિવસની ભારતીય શેરબજારની શરૂઆત મંદી સાથે થઈ હતી. જીએસટી કાઉન્સિલનીની મીટિંગમાં જીએસટી બેઝ રેટમાં કોઈ ફેરફાર નહીં કરીને જૈસે થે સ્થિતિ રાખવામાં આવતાં હવે કેન્દ્રિય બજેટની તૈયારીઓ વચ્ચે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે પ્રિ-બજેટ મુલાકાતોના દોર શરૂ કરી દેવાતાં અને આ વખતે ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે બજેટમાં રાહતો-પ્રોત્સાહનોની શકયતા તેમજ આઈટી ઉદ્યોગ માટે પણ રાહતોની જોગવાઈ થવાની અપેક્ષા અને વ્યક્તિગત આવક વેરા મર્યાદામાં વધારો થવાની શકયતા બતાવાઈ રહી હોઈ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીને આગળ વધી  હતી. રાષ્ટ્રીય મોરચે આ પોઝિટીવ પરિબળો સામે હજુ ફુગાવાનું જોખમ યથાવત રહેવા સાથે આર્થિક વિકાસ દર સતત મંદ પડવાના જોખમ છતાં અર્થતંત્ર નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં બોટમ આઉટ થવાની અને ફરી રિકવરીના પંથે પડવાના નિષ્ણાતો-સમીક્ષકોના અંદાજો વચ્ચે ફંડોની આજે શેરોમાં લેવાલી રહી હતી. આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરો સાથે ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ શેરો તેમજ ક્ધઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની લેવાલી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૮૯ અને વધનારની સંખ્યા ૯૦૩ રહી હતી. ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં ૨૫,ડિસેમ્બરના બુધવારે ક્રિસમસ નિમિતે શેરબજારો બંધ રહેનાર છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની પણ હવે વર્ષ ૨૦૧૯ પૂરું થવામાં છે, ત્યારે હોલીડેની તૈયારીએ બજારોમાં સક્રિયતા ઓછી થતી જોવાશે. ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં ડિસેમ્બર વલણના અંતની અફડા – તફડી બાદ સ્ટોક સ્પેસિફિક બની જતું જોવાશે

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૬૬ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૨૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૯૩ પોઈન્ટ થી ૧૨૩૦૩ પોઈન્ટ, ૧૨૩૧૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

અઈઈ લિ. ( ૧૪૪૭ ) :- રૂ.૧૪૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૪ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

એક્સિસ બેન્ક ( ૭૪૦ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૭ થી રૂ.૭૬૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

મહિન્દ્રા  મહિન્દ્રા ( ૫૩૧ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૪૦ થી રૂ.૫૪૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.