ઝાલાવાડ ને વિશ્વ ફલક ઉપર લઈ જવાના ભાગરૂપે જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના સ્લોગન સાથે ગ્લોબલ ઝાલાવાડનું તારીખ ૨૭ થી ૨૯ ડિસેમ્બર દરમિયાન ત્રિદિવસીય ભવ્ય આયોજન કરાયું છે, ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કિશોરસિંહ ઝાલા તથા તેમની ટીમ દ્વારા ઝાલાવાડમાં મેગા એક્સપો અંતર્ગત મહા એક્ઝિબિશનનું આયોજન કરાયું છે, આ એક્ઝિબિશનના માધ્યમ ની નાના ઉદ્યોગો થી માંડીને મોટા ઉદ્યોગોની જાણકારીથી શહેરીજનોને અવગત કરાશે. આ મેગા એક્સ્પો આયોજનના ભાગરૂપે વિશાળ બાઇક રેલી સાથે રોડ શો નું આયોજન કરાયું હતું, જે શહેરના રિવરફ્રન્ટ પરથી પ્રારંભ થઈને શહેરના મુખ્ય માર્ગો ઉપર યોજાયો હતો, આ બાઇક રેલીમાં વ્યાપાર, વાણિજ્ય,ઉદ્યોગ એસોશિયેશન, સામાજિક સંસ્થાના હોદ્દેદારો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા, તારીખ ૨૭ ડિસેમ્બરની રાત્રે ગ્લોબલ ઝાલાવાડના ભવ્ય મેગા એક્સ્પો નિમિત્તે પદ્મશ્રી પંકજ ઉદાસ ની ગઝલ નાઈટનુ પણ આયોજન કરવામાં આવ્યું છે, આમ ઝાલાવાડને વિશ્વ ફલક ઉપર રજુ કરવાના ભાગરૂપે તેમજ સુરેન્દ્રનગરમાં બેરોજગારીનો પ્રશ્ન હાલ થાય અને નવા ઉદ્યોગ એકમો ઝાલાવાડી ધરતી ઉપર સ્થપાય તેવા હેતુથી ગ્લોબલ ઝાલાવાડ અંતર્ગત ભવ્ય મેગા એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે.
Trending
- માત્ર સ્વાદ માટે જ નહીં, જીરું પણ બની શકે છે બ્યુટી સિક્રેટ
- Valsad : કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે નવી બનનાર વેજીટેબલ માર્કેટ બિલ્ડીંગનું કરાયું ખાત મુહૂર્ત
- Amreli : નકલી શાળા ઝડપાઈ, ભણતર બીજી સ્કૂલમાં અને પ્રમાણપત્ર બીજી સ્કુલનું
- Morbi : રેવન્યુ તલાટી જયદીપસિંહ જાડેજા લાંચ લેતા ઝડપાયા
- Kia ટુંક જ સમય માં લોન્ચ કરશે ન્યુ Kia Syros જાણો ક્યાં ક્યાં હશે અદ્ભુત ફીચર્સ…!
- Junagadh : મનપા તેમજ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ
- ફ્રેન્ડના મેરેજમાં અલગ અને સ્ટાઇલિશ દેખાવા માંગતા હોવ, તો આ ટીપ્સ જરૂરથી ટ્રાય કરો
- Jamnagar: ગેરકાયદે પેશ કદમી કરી કબર બનાવનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ