બ્રહ્માકુમારીઝ આયોજીત ગીતાજ્ઞાન ઉત્સવના દ્વિતિય દિને ઉષાદીદીની અમૃતવાણીનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ લાભ લીધો
અબતક ચેનલ, ફેસબુક પેજ અને યુ ટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ
શહેરના નાનામવા સર્કલ ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે બ્રહ્માકુમારીઝ રાજકોટ દ્વારા ગીતાજ્ઞાન ઉત્સવનુ અદભૂત આયોજન થયું છે. જેમાં આજે રાજયોગીની પૂજય ઉષાદીદીએ ગીતાજ્ઞાનની અમૃતવાણી પીરસી હતી જેનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ લાભ લીધો હતો. રવિવાર સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ અલગ અલગ વિષય પર પ્રવચન તથા કાર્યક્રમો યોજાનાર છે. ધર્મપ્રેમીજનતા આ ગીતાવાણીનો દરરોજ સવાર-સાંજ લાભ લઈ રહી છે.
હે ભગવાન તું જણાવ કે તારૂ નામ શું છે. તું રહે છે. કયા, આ દુનિયા બનાવવા પાછળ તારો મકસદ શું છે. આવા અનેક સવાલો આપણા મનમાં થઈ રહ્યા છે. અને જયાં સુધી આત્માનો વિષય છે. ત્યાં તો એક જ માન્યતા છે કે બધા આત્માના અસ્તીત્વનો સ્વીકાર કરે છે. પરંતુ જયારે ભગવાનનો વિષય આવે છે ત્યારે ઈશ્ર્વરના વિષયમાં સત્ય શું છે તે ખબર જ નથી એટલે જ આજે ભગવાનના નામ ઉપર ઘણા બધા ઝગડાઓ થાય છે. મતભેદો થઈ રહ્યા છે. ભગવાનની સાચી ઓળખાણના હોવાને કારણે મનુષ્ય ભટકી રહ્યા છે.
બચપનમાં સ્કૂલમં પણ એવી પ્રાર્થનાઓ આવતી હતી કે ભગવાન કેવા છે તે શું કરી રહ્યા છે. શું કરતા હશે. આજે મોટા થયા તેમ છતાં પણ આપણે ખબર નથી પડી કે ભગવાન કેવા છે. તે શું કરે છે. આજકાલ છોકરાઓના મનમાં ઘણા બધા સવાલો થતા હોય છે.ત્યારે તેના સવાલોનાં જવાબો આપવા આપણે ઘણા મુશ્કેલી પડે છે. એક બ્રાહ્મણ હતો તેનો છોકરો બીમાર પડયો તો તે બ્રાહ્મણ પોતાના છોકરાને લઈને ડોકટર પાસે ગયો તો ડોકટરે જવાબ આપ્યો કે આનો ઈલાજ અમારી પાસે નહી થાય હવે આને ભગવાન જ બચાવી શકશે. બ્રાહ્મણ શ્રી કૃષ્ણનો ભકત હતો તેથી તેમણે શ્રી કૃષ્ણની ભકિત શરૂ કરી અને કૃષ્ણને કહ્યું કે મારા બાળકને બચાવી લે ખૂબ ભકિત કરી ત્યારે એક પાડોશી એ આવીને કહ્યું કે આવા સમયે શ્રી કૃષ્ણના બદલે તું મા ની ભકિત કર એટલે તારો છોકરો બચી જશે તો તે બ્રાહ્મણે અંબે માની પૂજા શરૂ કરીક થોડા દિવસો સુધી તેણે માંની પૂજા કરી તો ફરી એક વાર બીજો એક પાડોશી આવ્યો અને કહ્યું કે તુ ગણેશનીપૂજા કર એટલે તારો છોકરો બચી જશે. ગણેશજીની પૂજા એને શરૂ કરી તો પછી ફરી કોઈકે કહ્યું કે તું ગણેશની નહી હનુમાનની પૂજા કરતો તેણે હનુમાનની પૂજા શરૂ કરી તો ફરી એક વાર કોઈએ આવીને કહું કે તુ પાડોશના ગામમાં ચાલ્યો જા ત્યાં એક બાબા આવ્યા છે તે ભભૂતી આપશે તેનાથી તારો છોકરો બચી જશે તો તે બ્રાહ્મણ ત્યા બાબા આગળ ગયો બાબાએ ભભૂતી આપી અને બે દિવસમાં તે બાળકનું મૃત્યું થયું. ત્યારે આટલા બધા ભગવાનને યાદ કર્યા તેમ છતા કેમ કોઈએ તે બાળકને ના બચાવ્યું કેમ કેમકે તે માણસને વિશ્ર્વાસ જ નહતો લોકોએ જેમ જેમ કહ્યું તેમ તેમ તે કરતો ગયો. સૌથી મહત્વનીક બાબત વિશ્ર્વાસ છે. આપણે ઘરમાં પણ બધા ભગવાનના ફોટાઓ રાખીએ છીએ બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આપણા ઋષિ મૂનીઓએ પોતાની સાધનાથી ઈશ્ર્વરના કોઈક રૂપનો તેમજ તેમના ગૂણને મહેસુસ કર્યા છે. અને તેમણે મનુષ્યોને ઈશ્ર્વર વિશે બતાવ્યું અને મનુષ્યોએ તેમના પર વિશ્ર્વાસ કર્યો છે. કોઈકે કહ્યું કે પ્રકૃતી પરમેશ્ર્વર છે. કોઈએ કહ્યું કે આત્મા જ પરમાત્મા છે. તો કોઈકે કહ્યું કે કણકણમાં ભગવાન છે. તો કોઈએ કહ્યું કે ભગવાનનું ના નામ છે, ના રૂપ છે કે ના કોઈ રંગ છે. ભગવાન તો બધામાં છે. મનુષ્યોએ જેવા કર્મ કર્યા છે. તેવા જ તેમને ફળ મળ્યા છે.
કોઈએ પૂણ્યના કામ કર્યા હોય તો તેમને પૂર્ણાત્મા કહેવામાં આવે છે. કોઈએ મહાન કર્મો કર્યા છે તેમને મહાત્મા કહેવામાં આવે છે. ધર્મનું કામ કર્યંુ છે. તેમને ધાર્મિક કહેવામાં આવે છે. દિવ્ય કર્મ કરવા વાળાને દિવ્યાત્મા કહેવામાં આવે છે. દિવ્યાત્મા અનેક છષ.ધર્માત્મા પણ અનેક છે. અને મહાત્મા પણ અનેક છે. પૂણ્યાત્મા પણ અનેક છે. પરંતુ પરમાત્મા એક છે. પરમેશ્ર્વર એક જ છે. આ બધી આત્મા છે. પરમાત્મા નથી પૂણ્યાત્મા કહ્યું છે પરમાત્મા નથી. પરમાત્મા તેમજ દિવ્યાત્મામાં ઘણુ અંતર છે. તેને સમજવાની જરૂર છે. પાંચ તત્વો કી દુનિયાથી જે પર છે તે પરમેશ્ર્વર છે. બ્રહ્માં રહેવાવારો છે તે છે ઈશ્ર્વર જયારે વાલ્મીકીને પૂછવામાં આવ્યું કે તું આ જે પાપ કરે છે ત્યારે શું તારો પરિવાર પણ તારા આ પાપમાં ભાગીદાર છે તો કે ના કોઈ પણ ભાગીદાર નથી તો પછી તું કેના માટે આ પાપ કરે છે. પરમાત્મા એક જ છે. તેના નામ સ્વરૂપ અને રૂપ અલગ અલગ છે અલગ અલગ ધર્મોમાં અલગ અલગ નામ અપાયા છે. ગીતામાં પરમધામ કહ્યું છે. કોઈએ મોક્ષ ધામ કિધું છે. કોઈએ રૂણશની દુનિયા ક્ધિં છે તો કોઈએ સાતમાં આસમાનનું દિન કહ્યું છે. કોઈએ સચખંડ કહ્યું છે. બસ ખાલી એ એક દુનિયા જ છે. પણ તેના નામ ખાલી અલગ અલગ છે. જયાં ઈશ્ર્વર રહે છે. અને તેનું કર્તવ્ય છે. કે યદા યદા હિ ધર્મસ્ય.
જીવનનો આધાર-ગીતાનો સાર-રાજયોગ શિબિર
તા.૨૧/૧૨ સવારે ૬:૩૦ થી ૮:૦૦ રાજયોગની શકિતની ક્રોધમુકત જીવન
તા.૨૧/૧૨ સાંજે ૪:૩૦ થી ૭:૦૦ કર્મયોગ કર્મની શ્રેષ્ઠતા અને સફળતાના આધાર
તા.૨૨/૧૨ સવાર ૬:૩૦ થી ૮:૦૦ સમયની પુકાર-સકારાત્મક જીવન
તા.૨૨/૧૨ સાંજે ૪:૩૦ થી ૭:૦૦ પરમગ્રહ જ્ઞાન: એક સનાતન સત્ય