રાજય સરકાર દ્વારા ‚ા ૭૦૦ કરોડના ફલાય ઓવર વિકાસ કાર્યોને કેન્દ્રની મંજુરી.

કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગ દ્વારા ગુજરાત સરકારના ૭૦૦ કરોડ ‚ાના વિકાસ કાર્યો ને મંજુરી મળી છે કે જેના દ્વારા સરખેન-ગાંધીનગર હાઇવે ૪૪ કીલોમીટર સુધી લંબાવવામાં આવશે. ગઇકાલે નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના બોપલ ખાતે ૮૫ કરોડના ખર્ચે બનેલા ફલાય ઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના વિકાસ કામોમાં મંજુરી મેળવીને ગુજરાત સરકારની યશકલગીમાં ઉમેરો થયો છે.

નાયર મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા ૧.૪ કી.મી.ના લક્ષ્મણરાવ આંબેડકર બ્રીજનું સરદાર પટેલ રીંગ રોડ પર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે નાયર મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ તકે નાયર મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટ પુર્ણ થયા બાદ લોકો સરખેજ થી ગાંધીનગર અવિરત આવ-જા કરી શકશે. આ તકે તેમણે સત્તાવાર જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા રાજયસરકારના સાત ફલાયઓવર

અને  છ રસ્તાઓ ૧૯ કી.મી. સુધી લાંબો કરવાના કાર્યોને મંજુરી મળી છે. એક અંદાજ મુજબ રોજના એક લાખ મુસાફરો રોજ કારની મુસાફરી દ્વારા એસજી હાઇવે પરથી પ્રસારિત થાય છે. ત્યારે આ વિકાસ કાર્યોને પણ કેન્દ્રની મંજુરી બાદ વેગ મળશે વધુમાં નીતીન પટેલે ઉમેયું હતું કે રાજય સરકાર દ્વારા અમદાવાદ-રાજકોટ હાઇવેને પણ પહોળો કરવાનું આયોજન છે.

રાજય સરકાર દ્વારા શહેરી વિકાસ કાર્યો ફાળવેલ ગ્રાન્ટમાંથી અંદાજીત ૫૦૦ કરોડની સ્પેશિયલ ગ્રાન્ટની ફાળવણી એકલા અમદાવાદ માટે કરવામાં આવી છે. જેમાં અન્ય ૬૫ કરોડની બોપલ ફલાયઓવરની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી.

– અગાઉ ગુજરાતમાં વિકાસકામો માટે કોઇ દરખાસ્ત થાય તો પૈસા કયાં તેવો સવાલ પહેલાં પૂછાતો હતો અને તેની સામે ભાજપ શાસનમાં પૈસાનો કોઇ પ્રશ્ન જ નહિ હોવાથી વિકાસકામો કયા કરવા છે તેની યાદી માંગવામાં આવે છે તેના કારણે સર્વગ્રાહી વિકાસ થઇ રહયો છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.એસ.પી.રીંગરોડ ઉપર આવેલાં બોપલ જંકશન ખાતે દરરોજ ટ્રાફિકજામ અને અકસ્માત સહિતની સમસ્યાઓ હલ કરવા ભાજપ સરકાર અને ઔડાનાં સંયુક્ત પ્રયાસોથી ૮૫ કરોડનાં જંગી ખર્ચે બનેલાં ફલાય ઓવર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ બ્રિજને સંઘના પ્રચારક લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબનું નામ અપાયું છે. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકો અને કાર્યકરોને સંબોધતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહયું કે, ભાજપનાં પ્રમાણિક શાસનમાં વિકાસકામો માટે જેટલા નાણાં વપરાયા છે તેમાં કયાંય દુરુપયોગ કે ભ્રષ્ટાચાર થયો નથી. પાછલા દોઢ દાયકામાં સર્વગ્રાહી વિકાસનાં અનેક કામો ઝડપભેર હાથ ધરવામાં આવ્યા છે. ભાજપનાં શાસનમાં દલાલો ખોવાઇ ગયાં છે અને લોકાભિમુખ વહીવટ થઇ રહયો છે. ચારેતરફ વિકાસનાં કામો ચાલી રહયાં છે, અગાઉકોંગ્રેસ શાસનમાં ફકત વાતો અને શેખચલ્લીનાં વિચારો કરવામાં આવતાં હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, કોંગ્રેસનાં મગજની ટયુબલાઇટ એવી છે, જેમાં ચોક જ નથી અને ઝબકારા માર્યા કરે છે. જયારે ભાજપની ટયુબલાઇટ, એલઇડી લાઇટ અને હવે તો સોલાર લાઇટ એવી ચાલે છે કે, વિકાસનું અજવાળુ ચારેકોર ઝગારા મારે છે. પૂર્વ મુખ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય આનંદીબેન પટેલે પણ બોપલ ફલાય ઓવરને સમયની જરૂરિયાત ગણાવતાં કહયું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટીનાં કારણે જ આજે રાજય વિકાસકૂચ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.