જીનિયસ ગ્રુપ ઓફ સ્કુલ દ્વારા વિરાણી સ્કુલ ગ્રાઉન્ડ ખાતે કરાયેલું ત્રિદિવસીય આયોજન
જીનિયસ ગ્રુપ ઓફ સ્કુલ તથા વિરાણી હાઇસ્કુલના વિઘાર્થીઓ દ્વારા વિરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે ‘ટ્રેડ મેનિફેસ્ટો’નું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં વિઘાર્થીઓ દ્વારા જ બધું આયોજન કરવામાં આવ્યું હતું. તથા વિઘાર્થીઓ માટે જ આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિઘાર્થીઓ દ્વારા સ્ટોલ નાખી વસ્તુ કેવી રીતે વેચવી તે માટેનું પ્રેકટીકલ જ્ઞાન મેળવ્યું હતું. આ આયોજન માટે રાજકોટના ઉઘોગપતિઓ દ્વારા સ્પોન્સર શિપ આપવામાં આવી હતી. આ તકે રાજકોટના ડી.ડી.ઓ. (ડિસ્ટીક ડેવલોપ ઓફીસર) તથા વિવિધ સંસ્થાના આગેવાનો ઉ૫સ્થિત રહી વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ તકે વિવિધ શાળાના વિઘાર્થીની ઉ૫સ્થિત રહ્યા હતા.
ડી.વી. મહેતાએ કહ્યું હતું કે ‘સાઇન્સ ક્રીએટ ધ વર્લ્ડ’ કોમર્સ ટુલ્સ ધ વર્લ્ડ આર્ટસ કલ્ચર ધ વર્લ્ડ કોઇએ સાચુ કીધું છે ત્યારે આજે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટસન વિઘાર્થીઓ તેમજ વિરાણી હાઇસ્કુલના વિઘાર્થીઓ દ્વારા વિરાણી હાઇસ્કુલના કેમ્પસમાં ‘ટેડમેનિફેસ્ટો’ નું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કોમર્સના વિઘાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે. એટલે વિઘાર્થીઓ દ્વારા વિઘાર્થીઓ માટેનું આ આયોજન છે.
વિઘાર્થીઓના અલગ અલગ અપરોચ વિકસાવવા માટે મદદરુપ થાય છે તેને ઘ્યાનમાં રાખી આ ટ્રેડ મેનિફેસ્ટોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિઘાર્થીઓ દ્વારા કોમર્સની જુદા જુદા પ્રકારની એકટીવીટી કરવામાં આવી છે. રાજકોટની કંપનીઓ દ્વારા સ્પોન્સર શીપ આપવામાં આવી છે. વિઘાર્થીઓ દ્વારા જ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ત્યારે રાજકોટની જનતાએ અહિં પધારવા માટે અપીલ છે. તથા ૭ માંં ધોરણથી વિઘાર્થીઓને ફાઉન્ડેશન કોર્ષ કરાવવામાં આવે છે. જે વિઘાર્થીઓને પ્યોર સાઇન્સમાં જવું છે. તે સાઇન્સમાં જાય કોમ્પીટીવ એકઝામ આપનાર છે. એકઝામ આપી શકે. જેમને બિઝનેસ કરવો છે તે માટેની અમે તાલીમ ૭માં ધોરણથી જ આપીએ છીએ અને સ્પેશ્યલ ટીચર્સ દ્વારા જુદી જુદી સ્કીલ ડેવલોપ કરવામાં આવે છે.
રવિવારે ટોકશોનું આયોજન કરવામાં આવ્યું છે. એન્ટર ટેનમેનટ માટેના પ્રોગ્રામ પણ આપવામાં આવશે. રાજકોટની જનતા મોટી સંખ્યામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. અનિલ રાનાવસીયા (ડી.ડી.ઓ.) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીનિયસ ગ્રુપ સ્કુલ દ્વારા ટ્રેડ મેનીફેસ્ટોનું ત્રણ દિવસ માટેની આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદઘાટન પ્રસંગે આવવાની મને મોકો મળ્યો હતો આ સ્કુલ તરફથી ખુબ સરસ પ્રવૃતિ થઇ રહી છે. વિઘાર્થીઓને ટ્રેડ માટેની નોલેજ આપવામાં આવે છે. અને પ્રેકટીકલી કેવી રીતે વેચાણ કરાય તે તમામ પ્રકારનું પ્રેકટીકલ ડેમો અહી યોજવામાં આવ્યો છે. જેથી ભવિષ્યમાં આ વિઘાર્થીઓ થીયરીકલ નોલેજ તથા પ્રેકટીલ નોલેજ મેળવીને પોતાના માટે અને દેશ માટે સારુ ભવિષ્ય બનાવશે. શિયાળ વિરલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં વ્યાપાક કેવી રીતે કરવો અને કેવી રીતે આગળ વધી શકાય તેમાટે નું આ પ્લેટ ફોર્મ પુરુ પાડવામાં આવ્યું છે જે કોમર્સના વિઘાર્થીઓ માટે ખુબ સારી વસ્તુ છે અહિં જો સ્ટોલ કર્યો હતો મને અહિં ખુબ સારો અનુભવ થયો છે. અમે વસ્તુ માર્કેટમાં લાવતા તથા ગ્રાહકોને વેચી શકાય તેનું નોલેજ અમને મળ્યું છે.