જીએસટી અમલી બનતા સિરામિક એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય: ગ્રાહકો પાસેથી ઓર્ડર સાથે જ ૩૦ ટકા એડવાન્સ પેમેન્ટ લેવાશે
મોરબી સિરામિક એસોસિએશન દ્વારા જીએસટી ટેક્સ અમલી બનતા તમામ પ્રકારની ટાઇલ્સના ભાવમાં ૧૦ ટકા વધારો કરવા નિર્ણય લેવાયો છે અને ભાવ વધારો આજથી જ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે.સાથો-સાથ તમામ સિરામિક ઉદ્યોગકારોને ફરજીયાત બિલમાં જ ધંધો કરવા નક્કી કરાયું છે.
બે દિવસ પહેલા મળેલી સિરામિક એસોસિએશન ની મીટીંગ માં નક્કી થયા મુજબ ગઈકાલે સિરામિક એસો.દ્વારા ટાઇલ્સના ભાવમાં વધારો કરવા નિર્ણય કરી લેખિત જાણકારી એસોસિએશનના તમામ સભ્યોને કરવામાં આવી છે આ નિર્ણય ની સાથે-સાથે એસોસિએશન દ્વારા મહત્વના પાંચ મુદ્દ્દા નો ફરજીયાત પણે અમલ કરવા તમામ સભ્યોને કડક સૂચના આપી છે.સિરામિક એસોસીએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા,નિલેષભાઈ જેતપરિયા અને પ્રફુલભાઈ દેત્રોજાની સહીથી જારી કરાયેલા પત્ર મુજબ એસો.દ્વારા વોલ,ફ્લોર અને વિટરીફાઇડ ટાઇલ્સ ની તમામ સાઈઝમાં ૧૦ ટકાનો વધારો કરવા નક્કી કરાયું છે.
એસો.ના નવા નિયમ મુજબ તમામ સભ્યો માટે વેપારધંધા માટે નવી ગાઈડ લાઈન નક્કી કરી જીએસટી કાયદા મુજબ બિલ બનાવવા, ગ્રાહકો પાસેથી ઓર્ડરની સાથેજ ૩૦ ટકા પેમેન્ટ એડવાન્સમાં લેવું અને ગ્રાહકોને કોઈ પણ પ્રકારનું કમિશન નહિ આપવા નક્કી કરી વધુમાં વધુ ૪૫ દિવસ ની ઉધારીથી જ ધંધો કરવા નો નિયમ તમામ સભ્યો માટે ફરજીયાત કરવામાં આવ્યો છે.આમ જીએસટી અમલમાં આવતા હવે ગ્રાહકોને ટાઇલ્સની વધુ કિંમત ચૂકવવી પડશે.
બિલ વગર ટાઇલ્સ વેચનારને પાંચ થી દશ લાખ સુધીનો દંડ:જેતપરિયા
મોરબી ના સિરામીક ઉધોગ દ્વારા જે સામુહીક નિર્ણય લેવામા આવ્યો કે એક સેમ્પલ બોક્સ પણ જીએસટી ના નિયમ મુજબ બીલ વગર નું નહી નિકળે અને જો કોઇ આવી ભુલ કરશે તેને પાંચ લાખ થી દસ લાખ નો દંડ દેવામાં આવશે અને માહિતી આપનાર ને ઇનામ આપવામા આવશે અને તેની વિગતો ગૃપ્ત રાખવામા આવશે તો આ ઐતહાસીક નિર્ણય ને બધાજ મેમ્બરો એ વધાવેલ અને આજથી જ તેની શરૂઆત કરી દીધેલ છે.
આ અંગે એસો. પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે આ ઐતહાસીક નિર્ણય મા સાથ આપનાર તમામ મેમ્બરો ના અમે આભારી છીયે
મોરબીના યુવા ઉધોગકારો રાષ્ટ્ર ના વિકાસ માટે કટીબધ્ધ છે અને ખરેખર મોરબી ના યુવા પેઢી પ્રગતિ ના પંથો સર કરી અને વિશ્વ મા પોતાની આગવી જે ઓળખ ઉભી કરેલ છે તેમાં એક નવી દિશા સાથે પોતે અસ્મિતા અને ખુમારીથી જીવવા અને ટેક્સ થકી રાષ્ટ્ર ના વિકાસ મા સહભાગી થવા ન્યુ મોરબીના વિઝન સાથે આગળ આવવા માટે પ્રયત્ન કરેલ છે તે માટે હું દરેક ઉધોગકારો નો આભારી છું .