સરસ્વતી સન્માન સમારોહ, મોબાઈલ એપ્લીકેશનનું લોન્ચીંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું અનેરૂ આયોજન
મુંગરા પરિવાર દ્વારા વર્ષેનવા વર્ષનાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે.ત્યારે પરિવારના લોકો એકબીજાની નજીક આવે તેવા હેતુથી આ વર્ષે પણ તારીખ ૨૨-૧૨ રવિવારે સાંજે ૪.૦૦ કલાકે અક્ષર પાર્ટી લોન્જ,અયોધ્યા ચોક,ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટની સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે મુંગરા પરિવારના સ્નેહમિનલનકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલનમાં રાજકોટ શહેરમા વસતા મુંગરા પરિવારના દરેક પરિવારના સભ્યો હાજરી આપશે.
આ કાર્યક્રમની શઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવશે.સ્નેહમિલનની સાથે સાથે મુંગરા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવશે.આ ઉપરાંત વડીલોનું વકતવ્ય તથા સન્માન કરાશે.સાથે જ મુંગરા પરિવારની એપ્લિકેશનનું લોન્ચીંગ પર કરવામાં આવનાર છે.
મુંગરાપરિવાર દ્વારા યોજાઈ રહેલા આ પારિવારીક સ્નેહમિલન કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહેશે અને મુંગરા પરિવારના રાજસ્વી મહેમાન તરીકે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને મુંગરા પરિવાર કુળદેવી ખોડિયાર માતાજી મંદિર-બાળાના ટ્રસ્ટીગણ પણ હાજરી આપશે અને મુંગરા પરિવારના સ્નેહમિલન કરતી બીજા શહેરોની સમિતિ પણ હાજરી આપશે.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેરમાં વસતા સમસ્ત મુંગરા પરિવારના તમામ સભ્યોએ હાજર રહેવા માટે આયોજન કમિટીએ ભાવભયું નિમંત્રણ પાઠવ્યું છે.કાર્યક્રમના અંતે સ્વચી ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ધીરજભાઈ મુંગરા, સુરેશભાઈ મુંગરા, અરવિંદભાઈ મુંગરા, પંકજભાઈ મુંગરા, જે.ડી મુંગરા, દિવ્યેશભાઈ મુંગરા, હેમંતભાઈ મુંગરા, મહેન્દ્રભાઈ મુંગરા, વજુભાઈ મુંગરા, કિરીટભાઈ મુંગરા, જયેશભાઈ મુંગરા, વિપુલભાઈ મુંગરા, રસિકભાઈ મુંગરા,જીજ્ઞેશભાઈ મુંગરા, અલ્પેશભાઈ મુંગરા તથા મુંગરા પરિવાર સમીતીના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.