મેરેથોન ૨૦૧૯ને ફ્લેગ ઑફ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી કરશે: રાજકોટવાસીઓને ઉમટી પડવા પદાધિકારી, મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનનું આહ્વાન
રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસના સહકાર સાથે આગામી તા.૨૯ મી ડિસેમ્બર “સવન રાજકોટ મેરેથોન ૨૦૧૯”નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. રાજકોટમાં આ અગાઉ યોજાયેલી હાફ મેરેથોન અને ફુલ મેરેથોનને મળેલી અદભૂત સફળતાની માફક જ આગામી “સવન રાજકોટ મેરેથોન ૨૦૧૯” પણ યાદગાર બની રહે તેવી ભવ્ય સફળતા મળે તે ભરપૂર તૈયારી કરવામાં આવી રહી છે તેમ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી. સવન રાજકોટ મેરેથોન ૨૦૧૯ને ફ્લેગ ઑફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે. અભિયાનને મૂર્તિમંત કરતી મેરેથોનમાં ઉમટી પડવા સૌ રાજકોટવાસીઓને મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, મ્યુનિ. શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, તથા આરોગ્ય કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના હોદેદારો રાજકોટ મેરેથોનના કો ચેરમેન દીપક મેહતા, રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના પ્રેસિડેન્ટ શ્રી જીજ્ઞેશ અમૃતિયા વગેરેએ આહવાન કર્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, કોર્પોરેશન અને શહેર પોલીસ સક્રિય સમર્થનથી રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના સભ્યોએ મેરેથોન ૨૦૧૯ના આયોજન માટે આ પહેલ કરી છે.
મેયર બિનાબેન આચાર્યે જણાવ્યું હતું કે, સવન રાજકોટ મેરેથોન-૨૦૧૯ના આયોજનમાં રોટરી ક્લબની સાથે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ પણ સહયોગ આપી રહેલ છે. રંગીલું રાજકોટ અગાઉ પણ મેરેથોન સહિતના આયોજનોમાં પરિવારની ભાવના સાથે તેમાં સામેલ થતા રહયા છે તેવી જ રીતે આગામી મેરેથોનના આયોજનમાં પણ સામેલ થાય તેવી હું સૌને અપીલ કરૂ છું.
મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે એમ કહ્યું હતું કે, રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા આયોજિત મેરેથોનના આ યોજનમાં રાજકોટ મહાનગરપાલિકા પણ સામેલ થયેલ છે. અગાઉના વર્ષોમાં જે પ્રકારે મેરેથોનને અદભૂત સફળતા હાંસલ થઇ છે તે જ પ્રકારે આગામી મેરેથોન પણ સફળ રહે તે માટે સૌ સહિયારા પ્રયાસો કરે છે. આ આયોજન એક બેનમૂન ઇવેન્ટ બની રહેશે.
વિશેષમાં પત્રકારોને માહિતી આપતા રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, રાજકોટ મેરેથોનના આયોજનમાં રોટરી ક્લબની સાથે રાજકોટ શહેર પોલીસ પણ પૂર્ણ ઉમંગ ઉત્સાહ સાથે જોડાયેલ છે.
રાજકોટ મેરેથોનના કો ચેરમેન દીપક મેહતાએ મેરેથોનના આયોજનની વિગતો આપતા એમ કહ્યું હતું કે, દેશના દોડવીરો મેરેથોનમાં ભાગ લઇ રહયા છે ત્યારે તેમાં એક બાબતની ખાસ કાળજી રાખવામાં આવેલ છે. આ મેરેથોનમાં વિજેતા બનનારા દેશના અન્ય રનરોને તો પ્રાઈઝ અપાશે જ પરંતુ રાજકોટના દોડવીરોને અલગથી ઇનામોથી નવાજવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન જેવી અનેક સંસ્થાઓએ ટેકો આપ્યો છે અમને રેજીસ્ટ્રેશન્સને સ્વયંસેવકનો ટેકો માટે પૂરા દિલથી આપ્યો છે. હાલ ૧૦ કિ.મી. અને ૨૧ કિ.મી. દોડના રજિસ્ટ્રેશન બંધ કરી દેવાયા છે. અત્યારે માત્ર હવે ૫ (પાંચ) કિ.મી. દોડનુ રજિસ્ટ્રેશન ૨૧ ડીસેમ્બર સુધી ચાલુ રહેશે. તા. ૨૯ ડિસેમ્બરે સૌ દોડવીરો વહેલી સવારે ૫ વાગ્યે રેસકોર્સ મેદાન ખાતે એકત્ર થશે. ત્યારબાદ સૌપ્રથમ ૬.૦૦ વાગ્યે ૨૧ કિ.મી. દોડ શરૂ થશે અને આ પછી ૬.૧૫ કલાકે ૧૦ કિ.મી., ૬.૪૫ કલાકે ૫ કિ.મી. દોડનો પ્રારંભ થશે. ત્યારબાદ ૭.૦૦ વાગ્યે દિવ્યાંગ રનને ફ્લ્ર્ગ ઓફ કરવામાં આવશે. આ ભવ્યાતિ ભવ્ય ફિટનેસ ઉત્સવ સવન રાજકોટ મેરેથોન ૨૦૧૯ને ફ્લેગ ઑફ આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે.આ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ અમૃતિયા, ઉપરાંત અન્ય હોદેદારો દીપક અગ્રવાલ,વિશાળ અંબાસણા, આશિષ મેહતા, વિક્રાંત શાહ, શ્રી હરેશ પરમાર, અતુલ ગણાત્રા અને રેસ ડાઇરેક્ટર રાહુલ શર્મા, મ્યુનિ. કોર્પોના આસિસ્ટન્ટ મેનેજર શ્રી અમિત ચોલેરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.