વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સામે જંગ અને સેક્રેટરી વચ્ચે કાંટે કી ટક્કર
રાજકોટ સહિત રાજ્યનાં તમામ બાર એસો.ની આગામી તા.૨૧ ડિસેમ્બરને શનિવારનાં રોજ યોજાનારી ચુંટણીનાં ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે બંને પ્રતિસ્પર્ધી દ્વારા એડીચોટીનું જોર લગાવ્યું છે. પ્રથમ વખત લીગલ સેલના બદલે ભાજપ પ્રેરીત હોદેદારોની પેનલ મેદાનમાં હોવાથી જુથવાદ સામે આવ્યો છે ત્યારે વર્તમાન પ્રમુખે કરેલી કામગીરીથી વકીલો પાસેથી મત માંગવામાં આવી રહ્યો છે ત્યારે ચુંટણીનાં પરીણામો કોનુ પલડું ભારે રહે છે તે તો મતપેટી ખુલ્યા બાદ બહાર આવશે.
વધુમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન અને બાદ કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા વન બાર વન વોટ મુજબ તા.૨૧ ડીસેમ્બરે રાજ્યની તમામ બાર એસો.ની ચુંટણી યોજાનાર છે જેમાં રાજકોટ બાર એશો.ના મતદાન પૂર્વ ઉપપ્રમુખ બીનહરીફ જાહેર થયા છે જ્યારે બાકીનાં પાંચ હોદેદારોમાં ૧૩ અને મહિલા સહિત ૧૦ કારોબારીમાં ૩૧ વકીલોએ ઉમેદવારી નોંધાવી નશીબ અજમાવ્યું છે.
મારા અને તારાની ભાવનાને કારણે ભાજપ લીગલ સેલ દ્વારા પેનલ ઉતારવાનો નિર્ણય મુલત્વી રહ્યો હતો અને વ્યક્તિના ધોરણે ચુંટણી પ્રચાર ધમધમી રહયો હતો. ત્યારે ભુતકાળની ચુંટણીનો બદલો લેવા એક જુથ સક્રિય હોવાનુ અને એક કાંકરે અનેક પક્ષીને મારવાનો મનસુબો હોવાનુ ભાજપના અગ્રણીઓને વાત ઘ્યાને આવતા સીનીયર વકીલોની ઉપસ્થિતિમાં રવિવારે એક ગુપ્ત મીટીંગ યોજાઈ હતી. જેમાં અનેક વકીલોએ એક જુથ સામે હૈયા વરાળ ઠાલવી હતી અને બાર ઉપર પોતાનુ કાયમી પ્રભુત્વ રહે તેવા મનસુબા પર પાણી ફેરવી વાળ્યું હતુ.
ભાજપ પક્ષ દ્વારા બારની ચુંટણીમાં ભાજપ પ્રેરીત હોદેદારોની પેનલ નક્કી કરવામાં આવી હતી અને પાટર્ીએ ચુંટણી પ્રચારનુ કાર્ય પોતાના હાથ પર લીધુ હોવાનુ જાણવા મળ્યું છે અને હાલ પુરતુ ઘીનાં ઠામમાં ઘી પડી ગયુ છે. પ્રમુખ અને સેક્રેટરીના હોદા માટે મુખ્ય લડાઈ હોવાનુ જાણવા મળ્યું છે. જેમાં વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ જ્યારે વર્તમાન સેક્રેટરી અને બારનાં પૂર્વ ઉપપ્રમુખ વચ્ચે મુખ્ય જંગ છે. જ્યારે બંન્ને પ્રતિસ્પર્ધી દ્વારા ચુંટણી જંગ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે પ્રચારનાં નામે જમણવાર અને ટી પાટર્ી યોજવામાં આવે છે ત્યારે કોણ કોની સાથે છે તે આ ચુંટણીમાં અશક્ય દેખાય રહ્યું છે અને સાથે રહીને પણ પાડી દેવાના મુળમાં હોય તેવું ચર્ચાય રહ્યું છે અને તેમજ કોઈ કાયમી ચુંટણીમાં દોસ્ત અને દુશ્મન નથી હોતા તે તો ૨૧મી એજ ખબર પડશે.