અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સામે ના નીચલા સદનમાં મહાભિયોગ પ્રસ્તાવ બહુમતિથી પસાર: સેનેટમાં ૨૦ રિપબ્લીકન સાંસદો આડા ચાલે તો ટ્રમ્પને જોખમ
જગત જમાદાર અમેરિકાના આખા બોલા અને પોતાના મનમોજી સ્વભાવના કારણે વારંવાર વિવાદમાં આવવા માટે જાણીતા પ્રમુખ ડોનાલ્ડટ્રમ્પ સામે અમેરિકન સંસદમાં જ સત્તાના દૂરૂપયોગ અને કોંગ્રેસના કાર્યમાં અવરોધ નાંખવા બદલ રજૂ થયેલો મહાભિયોગનો પ્રસ્તાવ ૧૯૭ વિરૂધ્ધ ૨૩૦ મતે પસાર થયો છે. આ મહાભિયોગ પ્રસાર થતા ટ્રમ્પ સામે મોટો કાનૂની પડકાર ઉભો તયો છે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ સ્પીકર નેન્સપેલોસી પર હલ્લો કર્યો હતો અને ડેમોક્રેટીક સાંસદો પર સત્તાનો દૂરૂપયોગ કરીને પોતાને શિકાર બનાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. મતદાન પૂર્વે ટ્રમ્પે છપાનાનો એક સંદેશો લખ્યો હતો અને જણાવ્યું હતુ કે મતદારો જયારે આવતા વર્ષે મત આપશે.ત્યારે ડેમોકેટ્રીને પોતાના કરતુતો પર પ્રસ્તાવો થશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂધ્ધ લાવવામાં આવેલ મહાભિયોગ પ્રસ્તાવના સમર્થનમાં બહુમતીમાં સાંસદોએ મતદાન કર્યું હતુ. અમેરિકન સંસદના નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં આ પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. જેથી ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂધ્ધ મહાભિયોગની કાર્યવાહી કરાશે ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે ૨૦૨૦ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંભવિત હરિફ થીજ બિડેન સહિત તમામ સ્થાનિક હરીફોની છબી ખરાબ કરવા માટે યુક્રેન દેની સરકાર પાસે ગેરકાયદેસર રીતે મદદ માંગી હતી.
નિષ્ણાંતોમાની રહ્યા છે કે ટ્રમ્પની સત્તા પણ હાલ સુરક્ષીત રહેશે કારણ કે મહાભિયોગની પ્રક્રિયા નીચલા ગૃહમાં પસાર થયાબાદ પણ ટ્રમ્પ જે પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે રિપબ્લિકન બહુમતીવાળા સેનેટમાંથી પાસ થવી મુશ્કેલ છે. ટ્રમ્પ એક જ સ્થિતિમાં હટી શકે છે જયારે કમ સે કમ ૨૦ રિપબિલ્કન સાંસદ તેમની વિરૂધ્ધ વિદ્રોહનો ઝંડો ઉઠાવે.હાલ તેની શકયતા ઓછી છે. મહાભિયોગનો પ્રસ્તાવ રિપલ્બિક્ધસને એક જૂથ કરી દેશે તેવું અમેરિકન રાજનીતિજ્ઞોનું માનવું છે.
જોકે ડોનાલ્ડ ટ્રમ્પની પહેલા અમેરિકાના બીજા બે રાષ્ટ્રપતિની વિરૂધ્ધ મહાભિયોગની કાર્યવાહી થઈ હતી. ૧૮૬૮માં એંડયૂ જોનસન અને ૧૯૯૮માં બિલ કિલંટનની વિરૂધ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ હતી પરંતુ બંને નેતા પોતાની ખુરશી બચાવવામા સફળ રહ્યા હતા. આ સિવાય રિચર્ડ નિકસને મહાભિયોગ પહેલા જ રાજીનામું આપી દીધું હતુ આમ ડોનાલ્ડ ટ્રમ્પ ચોથા અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બન્યા છે.જેમાં તેમની સામે મહાભિયોગની દરખાસ્ત રજૂ થઈ છે જો આ દરખાસ્ત સેનેટમાં પસાર થાય કે ટ્રમ્પ જાતે રાજીનામું આપી દે તો આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં આ મુદો મહત્વપૂર્ણ રહેનારો છે.