જીવનમાં દરેક વ્યક્તિના કઈક ખાસ સપનાં હોય છે. ત્યારે તે પૂર્ણ કરવા તે પોતાની જવાબદારી તો છે જ સાથે માતા-પિતા પણ પોતાના બાળકને કઈક ખાસ બનાવતા ઈચ્છતાં હોય છે. તો આ કઈ રીતે થઈ શકે ત્યારે આ એક જ રીત એટલે કે ભણતર દરેકના જીવનમાં આવે છે અને તેના થકી દરેક બાળક પોતાનું શ્રેષ્ટ ભવિશ્ય બનાવી શકે છે. તો આજ રીતે દરેક બાળકના જીવનમાં અભ્યાસનો પરિચય થતો હોય છે.
જીવનમાં અભ્યાસ એ ખૂબ મોટી ભૂમિકા દરેકના જીવનમાં ભજવે છે. ત્યારે દરેક બાળક પોતે પોતાના સ્વપ્ન કઈક અલગ રીતે રંગવા માંગતા હોય છે. ત્યારે દરેક બાળકના જીવનમાં અભ્યાસની પોતાની શૈલી અલગ હોય છે. સાથે દરેક શિક્ષક અને માતા-પિતા માટે આ એક ખૂબ અઘરી વાત થઈ જતી હોય છે. ત્યારે દરેક બાળકની અભ્યાસની એક અલગ અને શ્રેષ્ટ શૈલી હોય છે. તો આ કઈ રીતે ઓળખાવી તે અભ્યાસ નક્કી કરે છે. આથી અભ્યાસ તે દરેકના જીવનને કઈક અલગ બનાવી નાખે છે. અભ્યાસની આમ તો અનેક પદ્ધતિ હોય છે. જે દરેક બાળકને ના ગમતી વાતને ગમતી કરી નાખે છે. ત્યારે દરેક બાળકને અલગ- અલગ પદ્ધતિ દ્વારા જો સમજવામાં આવે તો દરેક બાળકને કઈક અલગ રીત પોતાના સ્વપ્ન બનાવી અને તેનું ઘડતર કરી શકે છે.
સૌથી પહેલાં તો દરેક બાળકને પ્રેમ અને સ્વીકાર સાથે ભણતરની ઓળખ થાય તો તે પોતાની મનગમતી રુચિમાં ધ્યાન આપી શકે. ત્યારે આજના યુગમાં સૌ પ્રથમ તો દરેક બાળકને ટેક્નોલૉજીને દરેકને ખબર હોય જ છે ત્યારે તેને તેના થકી દરેક વિષય અનુરૂપ સમજાવી તેને પોતાની જાતે જ કામ કરતાં શીખવી દયો. ખાલી તેના પર નજર રાખો. ત્યારબાદ જૂની અથવા નવી રમતો સાથે તેને ઓળખ કરવી તેને કઈ વાતમાં રુચિ પડે છે. તેને ઓળખી લ્યો. ઘણી વાર ઘણા બાળક બોલવામાં ખૂબ હોશિયાર હોય છે પણ તેને બોલવાનો મૌકો મળતો નથી અને તે પોતાની રુચિને બહાર લાવી શકતા નથી, તો તેને ક્યારેક મોટી સંખ્યા સામે બોલતા પહેલેથીજ શીખવો. દરેક બાળક પોતે અનેક રીતે પોતાની વાતો કરતો હોય છે તો તેના પર ધ્યાન આપો અને તેને સમજાવો કે શું તે વાત કે ભવિષ્ય જોઇ રહ્યો છે તે બરાબર છે. તેના દરેક મિત્ર સાથે અને શિક્ષક સાથે મળતા રહો અને તેનાથી તેના વિકાસને જાણી તે પોતાની ખૂબ અને આવડત પ્રમાણે શું કામ કરે છે તેને વ્યવસ્થિત રીતે સમજાવો અને દરેક બાળક વાતોથી તેને અભ્યાસ અને પોતાના જીવન સાથે જોડી તેની જીવન શૈલીને ઓળખો અને તેના જીવનને શ્રેષ્ટ બનાવો.