ખોટા પ્રમાણપત્રો રજુ કરીને પ્રવેશ મેળવનારા ઉપર તવાઇ: જ‚રીયાત મંદ બાળકો જ પ્રવેશથી વંચીત રહી જતાં તંત્ર જાગ્યુ
આર.ટી.આઇ. અંતર્ગત રાજયમાં પ્રવેશ મેળવનારા વિઘાર્થીઓની જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમીક શિક્ષણના અધિકારીઓને જે તે શહેરના નિવાસી સરનામાની અને આવકની ચકાસણી કરવા માટે કહેવામાં આવ્યું છે.
આર.ટી.ઇ. અંતર્ગત પ્રવેશ માટે નાણાંકીય સ્થિતિ ચકાસવા માટે પગલું લેવામાં આવ્યું હતં કે વાલીઓ દ્વારા દસ્તાવેજો બનાવાની કી ખોટા દસ્તાવેજો અને નકલી જાતિના પ્રમાણપત્રો સબમીટ કરીને પ્રવેશ મેળવવામાં આવ્યો છે. તેવા આક્ષેપો રાજયભરના અનેક વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે. રાજયભરમાં અનેક શહેરોમાં આર.ટી.ઇ. અંતર્ગત ગોટાળા થયા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે જે તે શહેરોમાં આર.ટી.ઇ. પ્રવેશ્યો વંચિત રહેલા વાલીઓ દ્વારા આંદોલન અને ઉપવાસ કરવામાં આવ્યા હતા. છતાં આર.ટી.ઇ.માં ખોટી રીતે પ્રવેશ મેળવનારાઓ પર આક્ષેપો લગાવામાં આવ્યા છે. ત્યારે હવે પ્રાથમીક શિક્ષણના ડી.પી.ઇ. ઓ અને ડી.ઇ.ઓ દ્વારા વ્યકિતગત રીતે આવા દરેક વિઘાર્થીઓના ઘરોની મુલાકાત લેવા અને માતા પિતાને ભાડે આપવાના રહેઠાણમાં રહેતા હોય કે ઝુંપડપટ્ટી, ફલેટ કે એસી., એલઇડી, વોશીંગ મશીન કે અન્ય શ્ર્વેત સમાન હોય તેઓની વ્યકિતગત ચકાસણી થશ.
અમદાવાદ ડી.પી.ઇ. ઓ મહેશ મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદ જીલ્લા પંચાયતની સ્કુલોમાં દાખલ કરાયેલા આશરે aa૧૦ માતા-પિતાએ તેમના બાળકનો પ્રવેશ રદ કયો છે. વધુમાં તેઓએ જણાવ્યુંહતું કે અમદાવાદ ૯૫૦ વિઘાર્થીઓની ભરતી આર.ટી.ઇ. અંતર્ગત કરી છે જેમાં અંદાજીત ૫૦૦ જેટલા એડજસ્ટેબલ બનાવટી હશે તેવું માનવામાં આવી રહ્યું છે. અને રાજયભરમાં તમામ ડીઇ ઓ અન ડી.ઓ. દ્વારા આર.ટી.ઇ. પ્રવેશ મેળવનાર વિઘાર્થીઓને ઘરે જઇ પ્રાથમીક ચકાસણી કરવામાં આવશે.
રાજકોટમાં અંદાજીત ૮ હજાર જેટલા વિાર્થીઓનો આર.ટી.ઇ. માં પ્રવેશ મેળવવા અરજી કરી હતી. જેમાં માત્ર ૪ હજાર વિઘાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે જેને લઇ રાજકોટમાં આર.ટી.ઇ. પ્રવેશથી વંચિત રહેલા વિઘાર્થીના વાલીઓ દ્વારા ઉગ્ર રજુઆત અને અનેક આંદોલન ડી.ઇ.ઓ. કચેરી ખાતે કરવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા મુજબ આર.ટી.ઇ. માં પ્રવેશ મેળવનારા વિઘાર્થીઓ ખોટા દસ્તાવેજ આવકના નકલી દાખલા અને નકલી પ્રમાણપત્ર મેળવી પ્રવેશ મેળવવાના આક્ષેપો થયાં છે. આ પ્રવેશ મેળવનારા વિઘાર્થીઓના આવક અને એડ્રેસની ચકાસણી થાય તેવી તાકીદ કરવામાં આવી છે.