રૂડા-૧ અને વૃંદાવન સોસાયટીમાં ધીમા ફોર્સથી પાણી વિતરણી સૈનિકોનો હોબાળો, અધિકારીઓનો ઉધડો લીધો

ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણીના ટાંકાની છત તૂટતા હાલ ૫ વોર્ડમાં ડાયરેકટ પાણી વિતરણ કરવામાં આવે છે. જેના કારણે ધીમા ફોર્સ થી પાણી વિતરણની ફરિયાદો ઉઠી રહી છે. મેયરના મત વિસ્તાર એવા વોર્ડ નં.૧૦માં રૂડાનગર-૧ અને વૃંદાવન સોસાયટીમાં ધીમા ફોર્સ થી પાણી વિતરણ કરવામાં આવતું હોય સૈનિકોએ ભારે હોબાળો બચાવ્યો હતો. કોંગી કોર્પોરેટર મનસુખભાઈ કાલીયા ઘટના સ્થળે દોડી ગયા હતા અને વોર્ડના ડેપ્યુટી ઈજનેરને સ્થળ પર રૂબરૂ બોલાવવામાં આવતા સૈનિકોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. કમિશનરની ચેમ્બરમાં ઉપવાસ પર બેસવાની ચિમકી કોર્પોરેટરે ઉચ્ચારી હતી. સાંજ સુધીમાં પાણી વિતરણ નિયમીત થઈ જશે તેવી ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ વોર્ડ નં.૮માં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ગીરીરાજ હોસ્પિટલ  પાસે પાણીની પાઈન લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વ્યય થઈ ગયો હતો.

IMG 20191217 WA0108

છેલ્લા બે દિવસી વોર્ડ નં.૧૦માં રૂડાનગર-૧ અને વૃંદાવન સોસાયટીમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ થતું હોવાથી સૈનિકોએ હંગામો મચાવ્યો હતો. વોર્ડના કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા ઘટના સ્ળે દોડી ગયા હતા. સમસ્યા હલ નહીં થાય તો કમિશનરની ચેમ્બરમાં ઉપવાસ પર બેસી જવાની તેઓએ ધમકી ઉચ્ચારતા અધિકારીઓ દોડધામ મચી જવા પામી હતી. સ્થળ પર રૂબરૂ આવેલા ઈજનેરનો સૈનિકોએ ઉધડો લીધો હતો. એક તરફ પાંચ વોર્ડમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ થઈ રહ્યું છે તો બીજી તરફ આજે સવારે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ગીરીરાજ હોસ્પિટલ પાસે પાણીની પાઈપ લાઈનમાં ભંગાળ સર્જાવાના કારણે જગન્નાથ ચોક સહિતના વિસ્તારોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. વિતરણ વ્યવસ્થા પર કોઈ અસર પડી ન હતી. પરંતુ લાઈન તૂટવાના કારણે હજ્જારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.