કોર્પોરેશનની હદમાં ૧૯૯૮માં ભળેલા રૈયા, નાના મવા અને મવડી તા વર્ષ ૨૦૧૫માં ભળેલા કોઠારીયા અને વાવડી ગામમાં ૨૦૦૦ કરોડથી પણ વધુના વિકાસ કામો હા ધરાયા: મેટ્રો સિટી તરફ રાજકોટની સતત આગેકુચ શહેરની હદ ૧૯૬૨માં ૬૪.૪ ચો.કિ.મી.ની હતી જે ૨૦૨૦માં ૧૬૩.૩૨ ચો.કિ.મી.ની થશે: સ્ટે.ચેરમેન ઉદય કાનગડ
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં પાંચ ગામો ભેળવવા અંગે કાલે જનરલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. રાજકોટમાં ભૂતકાળમાં જે વિસ્તાર ભળ્યા છે ત્યાં વિકાસનો સુરજ ઉગ્યો છે. વર્ષ ૧૯૯૮માં ભળેલા રૈયા, નાના મવા અને મવડી જ્યારે વર્ષ ૨૦૧૫માં ભળેલા કોઠારીયા અને વાવડી ગામમાં વિકાસકામો માટે રૂા.૨૦૦૦ કરોડી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજકોટની હદ ૧૯૬૨માં ૬૪.૪ ચો.કિ.મી.ની હતી. જે વર્ષ ૨૦૨૦માં ૧૬૩.૩૨ ચો.કિ.મી.ની શે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડએ જણાવ્યું હતું કે, તત્કાલીન રાજકોટ બરો મ્યુનિસિપાલિટીની હદ વર્ષ ૧૯૫૨-૫૩માં ૩૬ ચો.કિ.મી. હતી. જેમાં, વધારો કરીને વર્ષ ૧૯૬૨માં ૬૧.૪ ચો.કિ.મી. હદ થયેલ. ત્યારબાદ વર્ષ ૧૯૯૮માં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં રૈયા, નાના મવા, મવડી ગામો સમાવિષ્ટ થતા, શહેરની હદ કુલ ૧૦૪.૮૬ ચો.કિ.મી. ની થઇ. છેલ્લે વર્ષ ૨૦૧૫માં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં કોઠારીયા તથા વાવડી ગામો સમાવિષ્ટ થતા, શહેરની હદ કુલ ૧૨૯.૨૧ ચો.કિ.મી. ની થઇ હતી. હવે શહેરની હદમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર (માધાપરની હદમાં આવેલ મનહરપુર પાર્ટ-૧) ગામો ભેળવવામાં આવતા, શહેરની હદ ૧૬૩.૩૨ ચો. કિ.મિ. ની થનાર છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના વખતે કોર્પોરેટરની સંખ્યા ૫૧ હતી તે વધીને ૫૯ થઇ અને હાલમાં ૭૨ની નિયત સંખ્યા છે. તેમજ હવે શહેરની હદમાં આ ગામો ભળતા, કોર્પોરેટરની નિયત સંખ્યા ૮૦ જેટલી થનાર છે. તેમજ શહેરના હાલના કુલ ૧૮ વોર્ડમાં વધારો થઈને ૨૦ વોર્ડ થનાર છે. હવે, શહેરની હદમાં વધારો થઈને કુલ ૧૬૩.૩૨ ચો.કિ.મી. થશે. તેમજ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ રાજકોટ શહેરની વસ્તી ૧૩,૪૬,૧૯૨થી વધીને ૧૩,૭૭,૬૫૬ થનાર છે.
વર્ષ ૧૯૯૮માં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલ રૈયા વિસ્તારમાં કુલ રૂ.૭૯.૯૩ કરોડના ખર્ચે કુલ ૧૪૨૮ આવાસો, રૂ.૬.૮૬ કરોડના ખર્ચે પ્રાથમિક શાળા બનાવવાનું કામ, નાનામવા વિસ્તારમાં કુલ રૂ.૨૪૭.૧૫ કરોડના ખર્ચે કુલ ૧૨૮૯ આવાસો, રૂ.૧૦.૫૭ કરોડના ખર્ચે પ્રાથમિક શાળા બનાવવાનું કામ, મવડી વિસ્તારમાં કુલ રૂ.૪૬૯.૫૪ કરોડના ખર્ચે કુલ ૪૭૬૨ આવાસો, તેમજ રૂ.૧.૪૮ કરોડના ખર્ચે પ્રાથમિક શાળા બનાવવાનું કામ સહિતના વિકાસ કામો કરવામાં આવ્યા. વર્ષ ૨૦૧૪-૧૫માં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળેલ કોઠારીયા વિસ્તારમાં રૂ.૩.૪૯ કરોડના ખર્ચે પ્રાથમિક શાળા બનાવવાનું કામ, વાવડી વિસ્તારમાં કુલ રૂ.૧૬૮.૮૩ કરોડના ખર્ચે કુલ ૧૮૭૨ આવાસો બનાવવા સહિતના અનેક વિકાસ કામો કરવામાં આવ્યા.
વર્ષ ૨૦૧૬-૧૭માં વોર્ડ નં.૧૮ કોઠારીયા વિસ્તારમાં કુલ રૂ.૨૦.૪૪ કરોડના ખર્ચે જુદા જુદા વિકાસ કામો કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં વોર્ડ નં.૧૮ કોઠારીયા વિસ્તારમાં રૂ.૪૬.૭૮ કરોડના ખર્ચે જુદા જુદા કામો કરવામાં આવેલ, વર્ષ ૨૦૧૭-૧૮ના એક્શન પ્લાન હેઠળ વોર્ડ નં.૧૮ કોઠારીયા વિસ્તારમાં રૂ.૧૧ કરોડના એક્શન પ્લાનના કામો, વર્ષ ૨૦૧૮-૧૯ના એક્શન પ્લાન હેઠળ રૂ.૯.૩૩ કરોડના ખર્ચે એક્શન પ્લાનના કામો કરવામાં આવેલ તે સહિત કોઠારીયા વિસ્તારમાં, અત્યાર સુધીમાં કુલ રૂ.૧૧૬.૯૫ કરોડના ખર્ચે ડ્રેનેજ, ડી.આઈ. પાઈપ લાઈન, હોકર્સ ઝોન, પેવિંગ બ્લોક, ડ્રેનેજ પાઈપ લાઈન અને ડ્રેનેજ એસ.ટી.પી., સહિતના અનેક વિકાસ કામો કરવામાં આવ્યા. રાજકોટ શહેરમાં કુલ ૧૪૭ બાગ-બગીચાઓ, સિનીયર સિટીઝનપાર્ક અને બાલક્રિડાંગણ છે. જે પૈકીના ૫૨ બાગ-બગીચાઓ, સિનીયર સિટીઝનપાર્ક, ઓપન એર જીમ અને બાલક્રિડાંગણ શહેરના રૈયા, નાના મવા, મવડી, કોઠારિયા, વાવડી વિસ્તારમાં આવેલા છે અને શહેરના વિકાસની સાથોસાથ લોક સુવિધા પુરી પાડવા તેમજ શહેરનું પર્યાવરણ જાળવવાના ભાગરૂપે જેતે વિસ્તારના નજીકના જુદા જુદા ૦૫ સ્થળોએ બાગ-બગીચાઓ, સિનીયર સિટીઝનપાર્ક, ઓપન એર જીમ અને બાલક્રિડાંગણ નિર્માણની કામગીરી ચાલુ છે.
રૈયા, નાના મવા તથા મવડી વિસ્તારમાં વર્ષ ૧૯૯૮-૯૯માં હયાત લાઇટોની સંખ્યા અંદાજીત ૭૦૦ નંગ હતી. આ વિસ્તારમાં આવેલ અલગઅલગ પ્રકારના અંદાજિત ૨૩૬.૭ કિ.મી, લંબાઈના રોડ પર અંદાજિત ૧૧૮૦૦ નંગ સ્ટ્રીટલાઇટની સુવિધા આપવામાં આવેલ છે. આ વિસ્તારમાં નવો ડેવલપ થયેલ બીઆરટીએસ કોરીડોરમાં કુલ ૫૧૦ નંગ પોલ પર સ્ટ્રીટલાઈટ સુવિધા આપવામાં આવેલ છે. આ વિસ્તારમાં ૦૫ નંગ ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. તેમજ હાલ ૦૬ નંગ ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવાની કામગીરી ગતિમાં છે. આ વિસ્તારમાં કુલ ૦૪ નંગ હાઇમાસ્ટ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં કુલ ૧૯.૪૧ કિ.મી. વિસ્તારમાં સેન્ટ્રલ લાઇટીંગ કામ કરવામાં આવેલ છે. કોઠારીયા તેમજ વાવડી વિસ્તાર વર્ષ ૧૯૯૮-૯૯ માં હયાત સ્ટ્રીટલાઇટોની સંખ્યા અંદાજીત ૨૦૫૦ નંગ હતી. આ વિસ્તારમાં આવેલ અલગઅલગ પ્રકારના અંદાજિત ૬૭ કિ.મી. લંબાઈના રોડ પર કુલ અંદાજિત ૩૩૨૬ નંગ નવી સ્ટ્રીટલાઇટની સુવિધા આપવામાં આવેલ છે. આ વિસ્તારમાં કુલ ૦૧ નંગ હાઇમાસ્ટ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં કુલ ૩.૭૫ કિ.મી. લંબાઈના રોડ પર સેન્ટર લાઇટીંગ કામ કરવામાં આવેલ છે. તેમ અંતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ છે કે, રાજકોટ મહાનગર પાલિકાની હદમાં સમયાંતરે વધારો થતા, નવા સમાવિષ્ટ થયેલ વિસ્તારોના નાગરિકોને વિકાસરૂપી ફળ મળેલ છે.