પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની વિશેષ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ કોર્ટની ત્રણ સભ્યોની બેંચે મંગળવારે આ નિર્ણય કર્યો છે.
હાલ પરવેઝ મુશર્રફ દુબઈમાં છે. 3જી નવેમ્બર, 2007ના રોજ કટોકટીની સ્થિતી માટે પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ ચાલ્યો હતો. કોર્ટે મુશર્રફને 31 માર્ચ, 2014ના રોજ દોષીત ઠેરવ્યા હતા.