વેપાર ધંધા ઠપ્પ : એમ્બ્યુલન્સને પસાર થવામાં પણ મુશ્કેલી
ધ્રોલ શહેરમાં આવેલ ધ્રોલ થી જોડિયા તરફ જવાના મેઇન રોડ પર લાઈન નાખવા માટે નહેર કરવામાં આવી છે જેના કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ નહેર છેલ્લા સાત થી આઠ દિવસથી ખોદી નાખવામાં આવી છે અને તેની માટી અને પથ્થર રસ્તા પર નાખવામાં આવ્યા છે જેના કારણે અડધો રસ્તો બ્લોક થઈ ગયો છે એક તો પહેલેથી જ ધ્રોલ ની મેઈન બજાર નો રસ્તો સાંકડો હોય અને તેમાં પણ આ નહેર ની માટી રોડ ઉપર નાખી હોવાથી સામસામે બે ભારે વાહનો નીકળી શકતા નથી જેના કારણે દિવસમાં અવારનવાર ટ્રાફિક સમસ્યાઓ સર્જાય છે આ ટ્રાફિક સમસ્યાને લઇ ધ્રોલ તાલુકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા તેમણે જણાવેલું કે આ રોડ પર સવારના ૮ થી સાંજના ૮ વાગ્યા સુધી મોટા અને ભારે વાહનોને નિકળવા પર પ્રતિબંધ છે છતાં પણ આજે ફબફિંસ ની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઇ અને રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું કે સવારના ૮ થી સાંજના ૮ વાગ્યાના સમય દરમ્યાન ઘણા બધા હેવી વાહનો નીકળે છે તો પ્રતિબંધિત વિસ્તારમાં જો આવા હેવી વાહનો નીકળે તો જવાબદાર કોણ ? આ ભારે વાહનો સામસામે આવી જતાં ટ્રાફિક સમસ્યા ઓ ઉત્પન્ન થાય તો એમ્યુલન્સ કે ૧૦૮ ને પણ આ ટ્રાફીકમાંથી નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શું ધ્રોલ તાલુકા પોલીસ ઊંઘી રહી છે ? તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
આ રોડ પર આવેલા વેપારીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેઓના ધંધા-રોજગાર પર છેલ્લા આઠ થી દસ દિવસથી આ ખૂબ જ માઠી અસર પડી છે સ્થાનિક વેપારીઓ અને મુસાફરોને ને માંગ છે કે ઝડપથી અને સારી ગુણવત્તા થી આ કામ પૂરું થાય તો વેપારીઓના ધંધા રોજગાર ફરીથી ચાલવા માંડે અને મુસાફરોએ દરરોજની ટ્રાફિક સમસ્યા ઓ થી હેરાન થવું ન પડે.