દેશી દારૂની ભઠ્ઠીને લીધે યુવાધન દારૂના રવાડે ચડી રહ્યો હોવાનો આક્ષેપ
ગુજરાતમા દારુબંધી રાખવા કડકમાં કડક કાયદા છે પરંતુ આ કાયદાન અમલ અને દારુ વેચાણની છુટછાટ એટલી જ નરમ છે. ગાંધીના ગુજરાતમા દારુ બંધી હોવા છતા આસાનીથી મળી જતા દારુ ની પાછળ પોલીસ તંત્ર જવાફદા, છે કે રાજકારણ તે ખરેખર કહેવુ ખરું મુશ્કીલ છે પરંતુ સૌ કોઇ જાણે છે કે જ્યા એક તરફ ગુજરાતમા દારુ ની બંધી છે ત્યા બીજી તરફ દરેક શહેર હોય કે ગામ દારુ મળવો ખુબ જ આસાન છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકની જો વાત કરીએ તો ધ્રાંગધ્રા પંથકના કુલ ૬૫ ગામડાઓ છે જેમા દરેક ગામોમા દેશી દારૂની વેચાણ અને દારુ ની ભઠ્ઠી ધમધમે છે પરંતુ દેશીદારુનં હબ તરીકે ગણાતા રાજપર ગામના ડેમમાં ચાલતી દેશી દારુ ની ભઠ્ઠી હવે ગ્રામજનો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રાજપર ગામેથી લગભગ તમામ ધ્રાંગધ્રા શહેરના મોટાભાગના દેશીદારુનં સ્ટેન્ડને દારુ પુરો પાડવામા આવે છે દરરોજ હજારો લીટર દેશી દારૂની હેરફેર થાય છે અને આ હજારો લીટર દારુ પીવાય પણ છે. રાજપર ગામે ચાલતી આ દેશીદારુની ભઠ્ઠીને બંધ કરવા અનેક વખત રજુવાત તથા અરજી કરાઇ છે પરંતુ આજ દિન સુધી પરીસ્થિતી યથાવત છે. રાજપથ ગામે વધુ પડત વસ્તી આથીઁક રીતે નબળા લોકો અને અશિક્ષીત વગઁની છે જેથી તેઓને દારુ પીવાની કુટેવો તેઓના પરિવરજનો પાસેથી પડે છે. આખો દિવસ પથ્થરનું કામ કરીને થાકોળો ઓગાળવા દારૂની સેવન કરાતુ હોય તેમ જણાવાયું છે પરંતુ આ લત હવે તેઓના પરિવારમાં રહેલા કેટલાક યુવાનોને પણ પડી રહી છે. જ્યારે યુવા વગઁને કુટેવ તરફ વળવાનું નથી મોટુ કારણ તેઓના ગામમા જ આરામથી દારુ મળી રહેતો હોવાના લીધે આ પરિસતી ઉદભવી રહી છે. ત્યારે હાલ કેટલાક સ્થાનિકો દ્વારા પોતાના રાજપથ ગામમા ચાલતી દેશી દારૂની ભઠ્ઠી બંધ થાય અને યુવાધન બરબાદીના પંથે જતુ બચે તેવી માંગ કરી છે.