શહેરમાં ૮ બ્રિજ માટે રાજ્ય સરકાર પાસે રૂા.૩૭૬.૭૧ કરોડની માંગણી કરતી મહાપાલિકા
શહેરની સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં ઓવરબ્રીજ અને અંડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગ્રીન લેન્ડ ચોકડી, ઉમિયા ચોક અને કાલાવાડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસે ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ૮ બ્રિજ માટે મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે રૂા.૩૭૬.૭૧ કરોડની માંગણી કરવામાં આવશે તેમ આજે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના હોસ્પિટલ ચોકમાં રૂા.૮૪.૭૧ કરોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે ૪૦ કરોડ, સોરઠીયાવાડી સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવા માટે ૩૨ કરોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કેકેવી ચોકમાં અંડર બ્રિજ બનાવવા રૂા.૩૦ કરોડ, નાના મવા ચોકડીએ ઓવરબ્રિજ બનાવવા રૂા.૪૦ કરોડ, કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસે ફલાય ઓવરબ્રિજ બનાવવા ૫૦ કરોડ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવા રૂા.૫૦ કરોડ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે ફલાય ઓવરબ્રિજ બનાવવા ૫૦ કરોડ તેમ કુલ ૮ બ્રિજ માટે અંદાજીત રૂા.૩૭૬.૭૧ કરોડનો ખર્ચ વાનો અંદાજ છે. ઉક્ત ૫ બ્રિજ માટે પ્રિફીઝીબીલીટી રિપોર્ટ તૈયાર કવામાં આવ્યો છે.
સોરઠીયાવાડી ફલાય ઓવરબ્રિજ અને રામાપીર ચોકડી ફલાય ઓવરબ્રિજ માટે ક્ધસટન્ટની નિમણૂંક કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ માટે કામ ચાલુ ઈ ગયું છે. કે.કે.વી ચોકમાં અંડરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે જડુસ રેસ્ટોરન્ટ પાસે, ગ્રિનલેન્ડ ચોકડી ખાતે અને ઉમિયા ચોક ખાતે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે કુલ રૂા.૩૭૬.૭૧ કરોડની ગ્રાન્ટની જરૂરીયાત રહેશે. જેના માટે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટીમાં ઠરાવ મંજૂર કરી ગ્રાન્ટ મેળવવા ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવશે. અગાઉ શહેરમાં ૬ બ્રિજ બનાવવાની જાહેરાત ઈ ચૂકી છે. જ્યારે કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસે અને ૧૫૦ ફૂટ ઉમિયા ચોક પાસે ફલાય ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત આજે મહાપાલિકા દ્વારા કરાય છે.