હાના ગાર્ડના કારણે સ્વીંગ શોટ રમવામાં પડતી મુશ્કેલીનો ઉકેલ આપનાર વ્યક્તિ શોધી કઢાયો
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના હાના એલબોમાં તકલીફના કારણે બેટ સ્વીંગ તું ન હોવાી આ એલબોની ડિઝાઈનમાં ફેરફાર કરવાની સલાહ આપનાર વેઈટરને અંતે શોધી કાઢવામાં આવ્યો છે. થોડા વર્ષો પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ચેન્નાઈમાં એક ટેસ્ટ સીરીઝ દરમિયાન તાજ કોરામંડલ હોટલમાં રોકાયો હતો જે દરમિયાન તેની મુલાકાત હોટલના વેઈટર સાથે થઈ હતી. જેણે સચિનને બેટીંગ માટે મહત્વની ટીપ આપી હતી.
તાજેતરમાં સચિન તેંડુલકરે આ વેઈટરને શોધી કાઢવા માટે ટવીટરના માધ્યમી લોકોને અપીલ કરી હતી. આ અપીલ બાદ સચિનને ટીપ આપનાર વેઈટરને શોધી કઢાયો હતો. આ મામલે વધુ વિગતો મુજબ જે સમયે સચિન તાજ કોરા મંડલ હોટલમાં રોકાયો હતો ત્યારે તેને કોફી આપવા રૂમમાં એક વેઈટર આવ્યો હતો. તેણે સચિન સાથે તેની બેટીંગ અંગે ચર્ચા કરવાની મંજૂરી માંગી હતી. જેથી સચિને આ બાબતે હા પાળીતી. ત્યારબાદ તેણે કહ્યું હતું કે, હું તમારી બેટીંગનો મોટો પ્રશસંક છું, તમે જ્યારે રમો છો ત્યારે હું દરેક દડાને ૫ થી ૬ વખત રિવાઈન્ડ કરી જોવ છું, તમારે હાના એલબો ગાર્ડને વારંવાર એડઝસ્ટ કરવાની જરૂર પડે છે.
વેઈટની આ ટીપ બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના એલબો ગાર્ડની ડિઝાઈનમાં ધરખમ ફેરફાર કર્યો હતો. સચિને તેને કહ્યું હતું કે, આ મુશ્કેલી પાછળનું કારણ શોધી કાઢનાર તું એક જ છો, હું તારી સલાહ માનીને રૂમમાં પાછો આવ્યો છું અને હાલના ગાર્ડની જગ્યાએ અન્ય રિ-ડિઝાઈન કરેલા ગાર્ડનો ઉપયોગ કરવાની તૈયારી કરૂ છું. આ ઘટના સચિન સો વર્ષો પહેલા બની હતી. જો કે, આ વાત તે ક્યારેય ભૂલ્યો ન હતો. દરમિયાન તાજેતરમાં તેણે આ વાતને ટ્વીટર પર શેયર કરી હતી અને તાજ કોરા મંડલ હોટલમાં મળેલા આ વેઈટરને શોધી કાઢવા અપીલ કરી હતી. દરમિયાન હોટલે પોતાના ટ્વીટર પરી સચિનને રિ-ટવીટ કરી વેઈટર મળી ગયો હોવાની વાત કહી હતી.