ભારતીય હોકી ટીમના લેજન્ડરી પ્લેયર ધનરાજ પિલ્લેની ‘અબતક’સાથે ખાસ મુલાકાત: રાજકોટના ગ્રાઉન્ડના ભરપેટ વખાણ કર્યા
દિકરીઓને પ્રોત્સાહન મળતા પી.વી. સિંધુ, સાઇના નેહવાલ અને પી.ટી. ઉષા જેવા પ્લેયર દેશને મળ્યા હોવાનો મત ‘અબતક’ની વિશેષ મુલાકાત દરમિયાન ભારતીય હોકી ટીમના લેજેન્ટરી પ્લેયર ધનરાજ પિલ્લે દ્વારા વ્યકત કરાતો હતો. તેમણે રાજકોટના હોકી ગ્રાઉન્ડના ભરપેટ વખાણ કર્યા હતા.
ભૂતપૂર્વ હોકી પ્લેયર તથા પહ્મશ્રી એવોર્ડ વિજેતા ધનરાજ પિલ્લેએ જણાવ્યું હતું કે કોઇપણ ખેલાડી પોતાના દેશ માટે રમવા માંગતો હોય ત્યારે ઘણી વખત સુવિધાઓ મળતી નથી. મારી સાથે પણ આવું બન્યું છે. મારી પાસે પણ ઘણી વખત હોકી ન હતી શુઝ નહોતા. પરંતુ મારા મોટા ભાઇ દેશનું પ્રતિનિધિત્વ કરતાં હતા. તો તેમના દ્વારા અમને આ બધુ મળતું ગયું.
પરંતુ આજની તારીખમાં કોઇપણ બાળક દેશ માટે રમતાં હોય સ્ટેટ માટે રમતું હોય તો ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા, ગર્વમેન્ટ ઓફ ગુજરાત તથા જે તે સ્ટેટના બાળકોને બધું જ મળી રહે છે. અત્યારનું સ્પોર્ટસ અને ત્યારે ના સ્પોર્ટસમાં ઘણું અંતર આવ્યું છે. આજે બાળકને બધી જ જરુરીયાતની વસ્તુઓ તેમના માતા-પિતા લઇ આપે છે.
હું એજ ચાહું છું જે બાળક રમત ગમતમાં આગળ વધવા માંગે છે. તે પેસનેટ થઇને રમશે. તો ભવિષ્યમાં દેશનું માતા-પિતાનું નામ તથા તમારું જે સ્વપ્ન હોય તમે અર્જુન એવોર્ડ, સ્ટેટ એવોર્ડ મેળવવા ઇચ્છતા હોય તો તે તમે મેળવી જ શકશો. તે ત્યારે જ શકય છે. કે તમે તમારી રમત પર ઘ્યાન આપશો અને મહેનત કરશો.
હું તમને જણાવીશ કે રાજકોટનું ગ્રાઉન્ડ વન ઓફ ધ બેસ્ટ ગ્રાઉન્ડ છે આજની તારીખમાં રાજકોટના હોકી ગ્રાઉન્ડમાં જેટલા પણ બાળકો આવે છે તે પછી સીટીના હોય કે ગ્રામ્ય વિસ્તારના હોય તેમને રમવા માટેની સુવિધાઓ મળવી જોઇએ.
બાળકો ગ્રાઉન્ડમાં આવી અને રમશે તો ઓટોમેટીક તેમનામાં ઉત્સુકતા વધશે. અને ત્યારબાદ તેઓ આગળ વિચારશે કે અમે સ્ટેટ માટે દેશનું પ્રતિનિધિતવ કરીએ અમે પણ અમારા માતા-પિતાનું નામ રોશન કરીએ.
અત્યારના સમયની વાત કરીએ તો ક્રિકેટ ખુબ જ ઉપર આવી ગયું છે. ક્રિકેટ બોડી સાથે બી.સી.સી.આઇ ખુબ જ સ્ટોંગ થઇ ગયું છે. બી.સી.સી.આઇ. ને જોઇને તેમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ તો સારું કામ થશે.
એવું ના કહેવું જોઇએ કે તે ખુબ જ ઉપર આવી ગયું છે. તેમને ખુબ વધુ પબ્લીસીટી મળે છે. દરેક ફેડરેશનને મોકો મળે છે. દરેક ફેડરેશન નિષ્ઠાપૂર્વક કામ કરે. અને ક્રિકેટની જેમ બને તો તેઓ પણ થઇ શકે છે.
અત્યારે ભણવાની સાથો સાથ રમત ગમતમાં આગળ વધે મોબઇલ, લેપટોપ આવવાથી તેમાં વધુ ઘ્યાન આવે છે. ભણતા હતા ત્યારે દરેક સ્કુલ, કોલેજ, યુનિવસિટીમાં સ્પોર્ટના વિષયમાં વિચારવામાં આવે તો મને લાગે છે કે આપણા દેશમાં સ્પોટર્સનો માહોલ ઉભો થશે.