રાજકોટનાં જડેશ્ર્વર વેલનાથ સોસાયટીની સગીરાનું અપહરણ થતા સગીરાના પરિવારજનોએ જેતપુરનાં શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સની શોધખોળ હાથધરી છે. આ અંગેની વિગત મુજબ વેલનાથ સોસાયટીમાં રહેતા અને ચાની કેબિન ધરાવતા સગીરાનાં પિતાએ આજીડેમ પોલીસ મથકમાં પોતાની ૧૭ વર્ષીય દીકરી ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ગત ત્રીજી તારીખે ચાની કેબિને નીકળી ગયા બાદ પત્નીનો ફોન આવ્યો હતો કે તેમની ૧૭ વર્ષીય પુત્રી મળતી નથી. આ સાંભળી હું ઘરે પહોંચ્યો હતો. તપાસ કરતા પુત્રી નવેરામાંથી નીકળી નદીનાં પુલ તરફ ગઈ હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. આ પછી મેં અનેક સ્થળે શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવી નહોતી. પરત ઘરે આવીને દીકરીનો કબાટ ચેક કરતા તેમાંથી એક ફોન અને સીમકાર્ડ મળ્યું હતું જયારે કબાટની બાજુમાં આવેલી શેટ્ટીમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખેલું હતું કે, જેતપુરનાં અજુ પરમારે મારી જિંદગી બગાડી નાખી છે. આ ચિઠ્ઠીમાં વિજય નામનો પણ ઉલ્લેખ કરતા લખાયું હતું કે, તે મારો મિત્ર છે એટલે તેને હેરાન ન કરતા. આમ અજુ પરમાર સામે આક્ષેપ થતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો