સરદાર વલ્લભભાઈ પટેલ પ્રખર રાષ્ટ્રવાદી અને માનવતાવાદી હતા, સરદાર પટેલની વિચારધારાની ઝલક તેમના અધૂરા કાર્યો પુરા કરનાર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહમાં જોવા મળી રહી છે
સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે રાજુભાઈ ધ્રુવે સરદાર સાહેબમેં ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે ભારત નિર્માણ માં જેમના પ્રદાન ને કોંગ્રેસ દ્વારા ભૂલવાડવા ના હજારો પ્રયત્નો થવા છતાં દેશવાસીઓ ના હૃદય સિંહાસન પર રાજ કરનાર મહાન રાજપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હમેંશા અમર રહેશે. કલમ ૩૭૦ નાબૂદી, રામ મંદિર નિર્માણ, નાગરિકતા સંશોધન બિલ અમલ જેવા નિર્ણયો સરદાર સાહેબને ખરા અર્થમાં અંજલી આપનારા છે. વર્તમાન ભારત સરદાર વલ્લભભાઈ પટેલનાં સપનાનું ભારત બનવા જઈ રહ્યું છે. છેલ્લા ૬૪ વર્ષથી નાગરિકતા બિલ અદ્ધરતાલ હતું, પાછલા ૭૨ વર્ષથી કલમ ૩૭૦ જમ્મુ-કાશ્મીરની સમસ્યા બની રહી હતી. ગત ૫૯૧ વર્ષથી રામ મંદિર મુદ્દે હિંદુઓને અન્યાય થઈ રહ્યો હતો, ત્રણ તલાક હોય કે પછી આરક્ષણનો મામલો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનાં નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનાં પદચિન્હો પર ચાલીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યાં છે. ભારતમાં નહેરુ-ગાંધી પરિવારે ઉભી કરેલી કાશ્મીર સમસ્યાની કલમ ૩૭૦ દૂર કરવી, હિન્દુસ્તાનમાં રામ મંદિર ન બને તે માટે કોંગ્રેસે કરેલા ધમપછાડા બંધ કરાવી રામ મંદિર નિર્માણનો રસ્તો કાયદાકીય રીતે શક્ય બનાવવો અને ખાસ તો સંસદમાં નાગરિકતા સંશોધન બિલ બહુમતી સાથે પસાર કરાવવું વગેરે જેવી અનેક બાબતો છેલ્લાં છ મહિનામાં વાસ્તવિક બનતા સરદાર વલ્લભભાઈ પટેલની આ પુણ્યતિથિ નિમિત્તે તેમને ભારતીય જનતા પક્ષ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને કરોડો ભારતીયો દ્વારા ખરા અર્થમાં અંજલી મળી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રવાદી અને માનવતાવાદી હતા. તેમના માટે દેશ પ્રથમ હતો. તે તેમના વ્યક્તિત્વની મહાનતા હતી કે તેમણે ક્યારે પણ હોદ્દા માટે નહિ, પરંતુ દેશ માટે કામ કર્યું. હોદ્દો તેમના માટે મહત્વનો ન હતો. કોંગ્રેસે સરદાર સાહેબને અન્યાય, ઉપેક્ષા, અન્યાય કર્યા. ભાજેપે સરદાર સાહેબને માન, સન્માન અને આદર અપાવ્યા. ભાજપનાં નેતૃત્વમાં નિર્માણ પામી રહેલું આજનું આધુનિક ભારત સરદાર વલ્લભભાઈ પટેલનાં વિચારોની જ ભેંટ છે. રાષ્ટ્રભાવના, રાષ્ટ્રવાદ, સમર્પણ, શાણપણ, સૂજબૂજ, નિર્ણય શક્તિ, એકતા, અખંડિતતા જેવા અનેકો ગુણ સરદાર સાહેબ પાસેથી શીખવા જેવા છે. સરદાર વલ્લભભાઈ પટેલ એક આદર્શ, નિર્ભય અને દેશને પીઠબળ પૂરું પાડવાવાળા જનનાયક હતા. તેમની કુનેહશકિત ગજબની હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલને અંજલી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું જે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રાચીન સ્મારકો સહિત સ્ટેચ્યુ ઓફ લીબર્ટીનાં મુલાકાતીઓ, પ્રવાસીઓ, આવકનાં બધા જ વિક્રમ તોડી અવનવા વિક્રમ સર્જી રહ્યુ છે. સરદાર સાહેબનાં સપનાનાં ભારતનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે દેશની આજની દશા અને દિશા જોતાં સરદાર સાહેબનું સ્મરણ વિશેષ સુસંગત બની રહે છે એવું રાજુભાઈ ધ્રુવે જણાવતા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે લોખંડી પુરુષને શત શત નમન કર્યા હતા.