કનેકશન કાપી ફોજદારી કાર્યવાહી કરવાની ચેરમેન અનિલ માધડે તજવીજ હાથ ધરી: પાણી ચોરી કરતા લોકોમાં ફફડાટ
શહેરનાં અલખ ચબુતરા પાસે આવેલ ચામુંડા સર્વીસ સ્ટેશન માં છેલ્લા ધણાવષે થી મુખ્ય પાઇપલાઇન માં થી ગેરકાયદેસર રીતે નળ કનેક્શન મેળવી ૨૪ કલાક પાણી ની બેફામ ચોરી થઇ રહયાં ની જાણ વોટરવર્કસ નાં ચેરમેન અનિલભાઈ માધડ ને થતાં તંત્ર ને સાથે રાખી સર્વિસ સ્ટેશન પર ત્રાટકતાં બાજુમાં થી પસાર થતી નગરપાલિકા હસ્તક ની મુખ્ય પાઇપ લાઇનમાં થી ગેરકાયદેસર કનેક્શન મેળવી પાણી ની ચોરી કરાઇ રહ્યાં નું બહાર આવતાં આકરે પાણીએ બનેલાં ચેરમેન માધડે કનેક્શન કાપીનાખી ફોજદારી કાર્યવાહી કરવની તજવીજ હાથ ધરતાં પાણી ચોરી કરતાં તત્વો માં ફફડાટ ફેલાયો છે..
ગોડલ નગર પાલિકા માં દરવખતે કમીટી ની રચનાઓ બાદ વોટરવકેસ ચેરમેન પોતાની પ્રસિધ્ધિ મેળવવા માટે અખબારોમાં શહેરને પાણી પુરૂ પાડવા માટે ગેરકાયદેસર કનેકશન ઉપર ત્રાટકવાની ગજેના કરતાં સમાચારો પ્રસિધ્ધ કરતાં હોય છે અને પરિણામે કોઈ તપાસ કે કાર્યવાહિ કરતાં ખચકાટ અનુભવતા હોય ત્યારે ગોડલ માં કોઈપણ જગ્યાએ પાણી ચોરી થતી હોવાની ચેરમેન ને વિગત મળતાં તંત્ર ને સાથે રાખી સ્થળ ઉપર ખોદકામ કરાવી તાત્કાલિક પગલાં લઈ પેલેસ રોડ અલખ ના ઓટલા પાસે આવેલ ચામુંડા સવીસ સ્ટેશન ઉપર ત્રાટકી ને ગેરકાયદેસર જોડાણ કાપી નાખતાં અનિલભાઈ માધડે દરેક ને મેઇન લાઇન માથી કનેક્શન લઇ ૨૪ કલાક પાણી સર્વિસ સ્ટેશન ને મળતુ હોવાની હકીકત થી વાકેફ કરતા ભલામણ ના ફોન કરનારે પણ વાત સત્ય હોવાનું કહી યોગ્ય કાર્યવાહી કરવાનુ જણાવેલ…
આ સમયે ત્યાં ઉપસ્થિત લોકો વોટરવર્કસ ચેરમેન અનિલભાઈ માધડની કામગીરી થી ખુશ થઇ આ રીતે કડક પગલા ભરવાની ગોંડલમા પહેલ અનિલભાઈ એ કરી હોવાનું ચર્ચાઇ રહ્યુ હતું..*આ સર્વીસ સ્ટેશન રઘુભાઈ પાટડીયા નામના વ્યક્તી નુ હોવાનુ જાણવા મળેલ છે.જયારે શહેરમાં હજુપણ ગેરકાયદેસર જોડાણની વિગત જાણવા મળશે તો કોઇ ની શેહશરમ રાખ્યાં વગર કનેક્શન કાપી નાખવાનો હુકાર કયો હતાં જેમને લઈને પાણી ચોરોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો