જૂનાગઢનો બનાવ : પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલી યુવતીએ લેશનના વાંકે તરકટ રચ્યું હોવાનું કેફિયત આપતા સૌએ નિરાંતનો શ્ર્વાસ લીધો
જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શહેરની એક સ્કૂલમાં ધોરણ ૦૮ મા અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની એ તેના પિતા સાથે આવી જાહેરાત કરેલ કે, પોતે સ્કુકથી પરત આવતાવ સમયે મધુરમ ખાતેથી એક રીક્ષામાં બેસતા રિક્ષા ચાલક દ્વારા બળજબરીથી અપહરણ કરી, ભવનાથ ખાતે જંગલમાં લઈ જઈને બીભત્સ ચેનચાળા કરવામાં આવેલ છે વાત સાંભળતા જ પોલીસ ચોંકી ઉઠી હતી અને સ્થાનિક પોલીસ ઉચ્ચ અધિકારીઓને આ વાતથી અવગત કરાવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ વાતની ગંભીરતાને ધ્યાને લઇ ચુનંદા પોલીસ અધિકારીઓની ટીમને આ બનાવની ગાંઠ ઉકેલવા કામે લગાડી હતી
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિની દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ જાહેરાતથી પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. આજકાલ બનતા ગંભીર બનાવોને ધ્યાને લઇ, જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા બાળકીની જાહેરાતની ચકાસણી કરી, તાત્કાલિક રિક્ષા ચાલકને શોધી, કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચનાઓ આપવામાં જુનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પો.સબ ઈન્સ. ડી.જી. બડવા તથા સ્ટાફની ટીમ તાત્કાલિક ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી, ભવનાથ ખાતેના સીસીટીવી કેમેરા જોતા, વિદ્યાર્થિની દત ચોક ખાતે ચાલીને એકલી આવતી જણાઈ આવેલ હતી. વિદ્યાર્થીની ની ફરીથી પૂછપરછ કરવામાં આવતા, વિદ્યાર્થિની પોતાની વાતને વળગી રહેલ હતી. જેથી આ બાબતે મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.વરિયાએ વિદ્યાર્થિનીને વિશ્વાસમાં લઈ, એક બાળકની માફક સહિષ્ણુતા ભરી રીતે પૂછપરછ કરવામાં આવતા, વિદ્યાર્થિની ભાંગી પડી હતી અને છેલ્લા બે દિવસથી પોતે સ્કુકથી અપાયેલ ગ્રુહ કાર્ય કરેલ ના હોય, આજે શાળાએ ગયેલ ના હતી.
શાળાએ નહિ જવાના કારણે પોતાના માતા પિતા ઠપકો આપશે, તેવું વિચારી, આ ખોટી સ્ટોરી બનાવી હોવાનું તપાસ દરમિયાન ખુલવા પામેલ. વિદ્યાર્થીનીએ કબૂલાત કરતા પોલીસ દ્વારા પણ હાશકારો અનુભવવામાં આવેલ હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીની ક્રાઇમ પેટ્રોલ જેવી ટીવી સિરિયલ જોય, તેમાંથી આવા કિસ્સા જાણી, સ્ટોરી બનાવ્યાની પણ સ્ફોટક કબૂલાત કરેલ હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થિનીને અભ્યાસમાં ધ્યાન આપવાની સલાહ આપી અને માતાપિતાને પણ પોતાની પુત્રીનું ધ્યાન રાખવા સલાહ આપી હતી
આજના સાંપ્રત સમયમાં બાળકો પણ ઘણી વાર પોતાની ભૂલ છુપાવવા ગંભીર ગુન્હાની જાહેરાત કરી, પોલીસને તથા પોતાના સ્વજનોને મુશ્કેલીમાં મુકતા હોવાનો આ કિસ્સો સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો સાબિત થયેલ