૨૫ સપ્ટેમ્બરે સુધારેલી મતદારયાદી પ્રસિધ્ધ કરાશે
જુલાઈ ૧થી ચુંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણાની મહત્વપૂર્ણ કામગીરી શ‚ કરવામાં આવી છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં મતદારયાદી જાહેર કરવામાં આવશે. વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાવાની હોવાથી ચુંટણીપંચે તમામ તૈયારી હાથધરી છે.
મુખ્ય ચુંટણી અધિકારી બી.બી.સ્વાઈને કહ્યું હતું કે, મતદારયાદી સુધારણા માટે ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવા મતદાર બુથો બાબતે પણ સર્વે કરવામાં આવતા ૧૯૦૦ મતદાર બુથો ઉમેરવામાં આવશે. જેથી કુલ બુથોની સંખ્યા ૫૦,૧૨૮ થવાની છે. બીજી તરફ સુધારેલી મતદાર યાદી ૨૫ સપ્ટેમ્બરના જાહેર કરવામાં આવશે. જેમાં ફેરફાર માટે મતદારો બુથ લેવલે જઈને અરજી કરી શકશે. આ કામગીરીમાં નવા મતદારો ઉમેરવા, બાકી રહેલા વિસ્તારોને આવરી લેવા, ચુંટણીકાર્ડમાં ફેરફારો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ મહત્વની મિટિંગોનો દૌર પણ શ‚ કરવામાં આવ્યો છે.