બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારોની બેઠક મળી: પ્રશ્ર્નો હલ કરવા ડેપ્યુટી કમિશનરે બાંહેધરી આપી
હાલ ઘણા સમયથી જીએસટીનો વિરોધ લોકો કરી રહ્યા છે કેમ કે જીએસટી લાગુ થઇ ગયા બાદ પણ તેના માળખાની સ્પષ્ટતા થઇ નથી જેના કારણે લોકોમાં હજુ પણ જીએસટીનું જ્ઞાન જ છે જેમ કે જીએસટી આવ્યા બાદ મારે ટેકસ કઇ રીતે ભરવો ? કેટલા ટકા ભરવો ? મને ક્રેડીટ મળશે કે કેમ ? જો મળશે તો તેની પ્રોસેસ શું ? જેવા ઘણા બધા પ્રશ્ર્નો હાલ જાહેર જનતાના મગજમાં ઉદભવ્યા છે જેનું નિરાકરણ હજુ પણ આવ્યું નથી. જીએસટી લાગુ થયા તે પાંચ દિવસ થઇ ગયા પરંતુ હજુય લોકોમાં જીએસટી પ્રત્યેની સમજણ બહુ જ ઓછી છે અને જે જીએસટી સામે વિરોધનું મુખ્ય કારણ બની ગયું છે. કંઇક આવી જ સમસ્યામાં સૌરાષ્ટ્રના તમામ માકેટીંગ યાર્ડ ફસાયા છે. તેઓને પ્રથમ તો જીએસટીની સમજણ જ નથી કે જીએસટીમાં અમારે કંઇ રીતે કામ કરવું, ટેકસ કેમ ભરવો અને કાચા માલ પર પણ ટેકસ લગાવી દેવામાં આવ્યો છે જેના કારણે ખેડુતો, વેપારીઓ તથા દલાલો મુંઝવણમાં અને ચિંતાગ્રસ્ત થયા છે. જીએસટીમાં આવી જોગવાઇઓને કારણો અગાઉ ઘણાં સમયથી રાજકોટના બેડી ખાતે આવેલું સરદાર વલ્લભભાઇ પટેલ માકેટીંગ યાર્ડ બંધ છે તથા તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ માહીતી લેતા જાણવા મળ્યું કે ફકત રાજકો માકેટીંગ યાર્ડ જ નહી પરંતુ સૌરાષ્ટ્રના લગભગ માકેટીંગ યાર્ડ બંધ ઉપર છે. તથા તેઓ પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ગત દિવસોમાં રાજકોટ માકેટીંગ યાર્ડમાં વકીલો અને સી.એ.ને બોલાવી જીએસટી વિશેની સામાન્ય સમજણ કેળવવામાં આવી હતી. ત્યારબાદ તા. ૫ જુલાઇ ૨૦૧૭ નારોજ રાજકોટ માકેટીંગ યાર્ડ સૌરાષ્ટ્રના તમામ માર્કેટીગ પાર્ડની બેઠક બોલાવામાં આવી હતી જેમાં જુનાગઢ માકેટીગ યાર્ડ, ગોંડલ માકેટીંગ યાર્ડ, વાંકાનેર માકેટીંગ યાર્ડ, કાલાવડ માકેટીંગ યાર્ડ, જસદણ માકેટીંગ યાર્ડ, સહીતના માકેટીંગ યાર્ડ ના પ્રમુખો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં રાજકોટના ડેપ્યુટી કમિશ્નર આઇ.ટી. કેશવાણી તથા તેમની ટીમ પણ હાજર રહી હતી તેમની હાજરી જોઈને એવું લાગી રહ્યું હતુ કે અત્યાર સુધી તંત્ર ખામોશ હતુ પણ હવે તેઓ માર્કેટ યાર્ડના આ પ્રશ્ર્નોને ધ્યાનમાં લઈ રહ્યા છે.
આ બેઠકમાં આઈ.ટી. કેશવાણીએ તમામ માર્કેટ યાર્ડના સભ્યોના મનમા રહેલા પ્રશ્ર્નોનો જવાબ આપ્યો હતો તથા તેમણે અસમજાવાના પ્રયત્ન પણ કર્યો હતો. આ બેઠકમાં માર્કેટ યાર્ડના સભ્યો દ્વારા વિવિધ બાબતે ચર્ચા કરાઈ હતી અને રાજકોટ માર્કેટ યાર્ડને સમર્થન પણ અપાયું હતુ આ બેઠકમાં તમામ માર્કેટ યાર્ડના પ્રમુખોએ જાહેરમાં વ્યકિતગત રીતે એવું જણાવ્યું હતુ કે અમો રાજકોટ યાર્ડની સાથે છીએ તથા દરેક બાબતે અમારો સમર્થન રાજકોટ માર્કેટ યાર્ડને રહેશે તેમજ જયારે પણ જ‚ર જણાશેઅને અમને જયારે પણ જાણ કરવામાં આવશે યારે અમે તન, મન, અને ધન સાથે હાજર રહીશું તથા જે પણ પગલા લેવા પડે તેમા અમારો પૂરેપૂરો સહકાર રહેશે.
આ તકે રાજકોટ વિભાગના ડે. કમિશ્નર આઈ.ટી. કેશવાણીએ જણાવ્યુંં હતુ કે માર્કેટ યાર્ડના જીએસટીની સામે જે પ્રશ્ર્નો છે તે બાબતે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડના અગ્રણીઓ આજ દિવસ અહીયા હાજર રહ્યા છે. તથા કમિશન એજન્ટનો વેટ કાયદામાં ૦.૫%નો જે કમિશન છે. એ જ જીએસટીમાં પણ ચાલુ રહે તેવી રજુઆત તેમના દ્વારા કરવામાં આવી છે. તેમની આ રજુઆત લેખીતમાં અમને આપવા માટે અમે જણાવ્યું છે હાલ જીએસટી બાબતે બધા જ નિર્ણયો જીએસટી કાઉન્સીલ દ્વારા લેવામાં આવશે તેથી તેમની રજુઆત અમે જીએસટી કાઉન્સીલને મોકલી આપીશું તેમની મુખ્ય રજુઆત વિશે પૂછતા તેમણે જણાવ્યું હતુ કે હાલ જીએસટી કાયદા મુજબ કમિશન પણ એક સપ્તાયરની પરિભાષામાં આવે છે. જેના કારણે કમિશન એજન્ટ પણ એક વેપારી થઈ જાય છે. એટલે તેને પણ ખરીદી પર ટેકસ ભરવો પડશે જેથી તેમણે વેરાનું ભારણ આવી રહ્યું છે. જે તેમને મંજૂર નથી કમિશન એજન્ટોનું કહેવું એવું છે કે અમે ફકત ખેડૂતો પાસેથી કમિશનથી માલ વેચીએ છીએ એટલે કે અમે સપ્લાયર નથી એ પ્રમાણે કાયદામાં ફેરફાર કરવાનો તેમની માંગ છે. જે રજુઆત અમારે જીએસટી કાઉન્સીલ સુધી પહોચાડવાનો છે. આ ઉપરાંત અબતક મીડીયા દ્વારા ખાસ પૂછવામાં આવતા કે જીએસટીની અમલવારી બાદ તમારા મત મુજબ જીએસટીમાં ફેરફાર શું શકય છે. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતુ કે અમારા તબકકે તો કંઈ પણ ન થઈ શકે તથા કંઈ પણ કહી ન શકાય કેમકે આ કાયદો કેન્દ્ર સરકારનો છે તેથી કેન્દ્ર સરકાર જ કંઈ પણ કરી શકે, વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે અમો ફકત તેમની રજુઆત આગળ સુધી પહોચાડી શકીએ પરંતુ કાયદામાં ફેરફાર એ અમારા તબકકે શકય જ નથી.
જીએસટીથી દલાલોનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે: રમેશભાઈ તાળા
કાલાવડ માર્કેટ યાર્ડના વેપારી એસો. પ્રમુખ અને ડાયરેકટર રમેભા, તાળાએ જણાવ્યું હતુ કે, જીએસટી લાગુ થાય તેમાં અમને કોઈ જ વાંધો નથી પરંતુ તેની પ્રોસેસ તથા જોગવાઈની સામે અમને વાંધો છે. તેમરે માંગણી વિશે જણાવતા કહ્યું હતુ કે મુખ્ય માંગણી એ છે કે જેવી રીતે વેટ કાયદામાં જોગવાઈ હતી તેવી જ જોગવાઈઓ જીએસટીમાં પણ રહે તથા જીએસટીમાં કમિશન એજન્ટનું કંઈ અસ્તિત્વ જ ન થી તો આ તદન અમાન્ય બાબત છે. જેની સામે અમારો વિરોધ છે તથા એ જ અમારી માંગણી છે તેમણે પૂછતા તેમણે હકારાત્મક જવાબ આપતા કહ્યું હતુ કે હા અમે બંધના નિર્ણયમાં પૂરેપૂરો સાથ સહકાર આપીશું કેમકે આ તો દલાલોને દૂર કરી નાખવાની જ વાત છે જે શકય જ નથી એટલે અમે તમામ નિર્ણયોનો સ્વીકાર કરીએ છીએ તથા સમર્થનમાં છીએ રાજકોટ માર્કેટ યાર્ડને અમારો બધી જ રીતે સમર્થન છે અને અમે હવે સરકારને રજુઆત કરવાના છીએ.
જીએસટીના જટીલ પ્રશ્ર્નો હલ નહીં થાયત્યાં સુધી યાર્ડો બંધ જ રહેશે: કામાણી
રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ પ્રમુખ અતુલભાઈ કામાણીએ જણાવ્યુય હતુ કે રાજકોટ માર્કેટ યાર્ડમાં અમે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડના સભ્યોની મીટીંગ ગોઠવી હતી તેમાં દરેક માર્કેટ યાર્ડના સદસ્યોએ સૂર પૂરાવ્યો છે કે જયાં સુધી જીએસટીની જટીલતા ઓછી ન થાય ત્યાં સુધી માર્કેટ યાર્ડ બંધ રાખીશું તથા કોઈ પણ માર્કેટ યાર્ડના કામ શ‚ નહી કરાય તેમણે આ બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુ કે જયારે સુધી સરકાર અમારો પ્રશ્ર્ન હલ નહી કરે કે પહેલા તબકકામાં જે જીએસટી લગાવામાં આવ્યો છે. તે રદ નહિ કરે તથા પ્રોસેસ થયા બાદ જ જીએસટી લગાડે આ માંગણીનો સ્વીકારન કરે ત્યાં સુધી માર્કેટ યાર્ડ રહેશે તેમણે વધુમાં જણાવ્યું હતુ કે બધા જ માર્કેટ યાર્ડના સભ્યોએ સંમતિ આપી છે અમે જયા સુધી અમારી માંગણીનો સ્વીકાર ન કરાય ત્યાં સુધી બધા જ માર્કેટ યાર્ડ બંધ જ રહેશે.
ત્યારબાદ અબતક મીડીયા દ્વારા માર્કેટ યાર્ડના બંધના એલાન છતા અમુક યાર્ડ ચાલુ રાખવા બાબતે પુછતા તેમણે જણાવ્યું હતુ કે ના એ એક અફવાહ છે. જ ગોંડલ માર્કેટ યાર્ડની છે પરંતુ અહીયા એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે અને ગોંડલ માર્કેટ યાર્ડ એ પણ સ્પષ્ટતા કરી છે કે અમે આ નિર્ણયની સાથે છીએ તથા પૂરેપૂરો સાથ આપીએ છીએ.
જીએસટીના નિયમો સામેવિરોધ છે: મૂકેશ સતાશીયા
ગોંડલ માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ પ્રમુખ મૂકેશભાઈ સતાશીયાએ જણાવ્યું હતુ કે પ્રથમ તો અમે જીએસટીના વિરોધમાં માર્કેટ યાર્ડ બંધ નથી રાખેલું અમારો વિરોધ જીએસટીની સીસ્ટમ પર છે. તથા સરકાર જીએસટીની જોગવાઈઓમાં બાંધછોડ કરે એવી અમારી માંગણી છે. અને અમે પણ એવું ઈચ્છીએ છીએ કે માર્કેટ યાર્ડ જલ્દીથી જલ્દી શ‚ થઈ જાય પરંતુ માર્કેટ યાર્ડ ત્યારેજ શ‚ થાશે જયારે અમારી માંગણીનો સ્વીકાર કરાશે. તેમણે બેઠકમાં આવવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતુ કે અમારો એ જ ઉદેશ્ય છે. કે સરકાર અમારી માંગણીનો સ્વીકાર કરે તે માટે અમે એકજૂટ થવા અહીયા આવ્યા છીએ.
જીએસટીના નિયમો આકરા અને જટીલ: અશ્ર્વીન મેઘાણી
વાંકાનેર માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ પ્રમુખ તથા ડાયરેકટર અશ્ર્વીનભઈ મેઘાણીએ જણાવ્યું હતુ કે સૌ પ્રથમ તો અમારો વિરોધ જીએસટીની સામે નથી અમે જીએસટીને વધાવીએ છીએ અમે જીએસટીના નીતિ નિયમો સામે મુંઝવણમાં છીએ તથા કમિશન એજન્ટ ફકત ૧%ના કમિશન પર કામ કરતા હોય છે તો તે આટલો ટેકસ કઈ રીતે ભરી એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આજની મીટીંગમાં એવો નિર્ણય લેવાયા છે કે જયાં સુધી અમારી માંગણીનો સ્વીકાર ન કરવામાં આવે ત્યાં સુધી માર્કેટ યાર્ડ બંધ રાખવા જેમાં અમરી સહમતી છે.
જીએસટીની જોગવાઈઓમાં ફેરફાર નહીં કરાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે: હિરાભાઈ વેકરીયા
જૂનાગઢ માર્કેટ યાર્ડના વેપરી એસો. પ્રમુખ હિરાભાઈ વેકરીયાએ જણાવ્યું હતુ કે જીએસટીની જે જોગવાઈઓની સામે રાજકોટ માર્કેટ યાર્ડનો વિરોધ છે તે જ બાબતે અમે પણ વિરોધ દર્શાવી રહ્યા છીએ અને બંધનું એલાન કરેંલુ છે તેમની રજુઆત વિશે પૂછતા તેમણે જણાવ્યુંં હતુ કે જીએસટીમાં રહેલ જટીલતા અને ટેકસ ભરવાની જે જોગવાઈઓ છે તે જયાં સુધી અમે પાળી ન શકીએ તેવા ફેરફારો કરવામાં નહી આવે ત્યાં સુધી અમે વિરોધ બતાવતા રહેશું તથા બંધ રાખીશુ તેમણે જૂનાગઢ માર્કેટ યાર્ડ વિશે જણાવતા કહ્યું હતુ કે જૂનાગઢ એક કૃષિ આધારીત જિલ્લો છે તથા ઘણા બધા લોકોની રોજીરોટી જોડાયેલી છે. એટલે અમે આ વિરોધ બતાવી રહ્યા છીએ અબતક મીડીયા દ્વારા પૂછતા કે શુ જીએસટી અંગેની સમજણ આપવા સેમીનારોનું આયોજન કરી ખેડૂતોને સજાગ કરવામાં આવ્યા છે કે નહી તેના જવાબમાં તેમણે જણાવ્યું હતુ કે અમુક સેમીનારો થયા છે પણ જે જોગવાઈઓછે તે જ ગળે ઉતરે તેવી નથી.