સમગ્ર વિશ્વમાં સૌથી શાંતીવાળુ કોઈ કામ હોય તો તે ઉંઘ છે. લોકો રોજબરોજની કામગીરી બાદ જયારે શારીરિક રીતે થાકી જતા હોય છે તો ભગવાને તેને ફરીથી રીઝવાઈન કરવા માટે ઉંઘ આપેલી છે પરંતુ જો તેને યોગ્ય રીતે લેવામાં આવે તો તે ફાયદારૂપ છે નહીંતર તે જ ઉંઘ જે-તે વ્યકિતનું જીવન પર હરી લ્યે છે. પ્રાપ્ત માહિતી મુજબ અને સર્વેનાં આધારે એ વાત સ્પષ્ટ થાય છે કે, જે કોઈ વ્યકિત ૯ કલાક કે તેથી વધુની ઉંઘ કરે છે તો તેને ૨૩ ટકા જેટલો હાર્ટ એટેકનો ચાન્સ વધી જતો હોય છે. ખુબ ઉંઘ કરવાથી શરીરનું સ્વાસ્થ લથળી જતું હોય છે તેમ પણ જણાવવામાં આવ્યું છે. સર્વેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જે કોઈ વ્યકિત ૯ કલાક કે તેનાથી વધુ ઉંઘ કરે છે તો તેઓમાં ૨૩ ટકા જેટલો હાર્ટએટેકનો ચાન્સ વધી જતો હોય છે તેની સામે જે કોઈ વ્યકિત ૮ કલાક કે તેનાથી ઓછી ઉંઘ કરતું હોય તો તેઓનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય છે. સર્વેમાં જણાવ્યા મુજબ બપોરનાં સમયમાં જે કોઈ વ્યકિત ૯૦ મિનિટ જેટલું ઉંઘે તો તેને ૨૫ ટકા હાર્ટએટેકની સંભાવના રહે છે તેની સરખામણીમાં જે કોઈ વ્યકિત ૩૦ મિનિટ કે તેનાથી ઓછી ઉંઘ બપોરનાં સમય દરમિયાન કરે તો તેઓને હાર્ટ એટેકની ભીતિ રહેતી નથી. આ સર્વે અમેરિકન એકેડેમી ઓફ ન્યુરોલોજી દ્વારા કરવામાં આવ્યો હતો. સર્વેમાં જણાવ્યા મુજબ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, ઉંઘ શરીર માટે અત્યંત જરૂરી છે પરંતુ જો તેને યોગ્ય રીતે લેવામાં આવે તો તે આશીર્વાદરૂપ છે નહીંતર તે જ ઉંઘ જે-તે વ્યકિત માટે અભિશ્રાપ સ્વરૂપ બની જતું હોય છે. પુરતી ઉંઘ અને સારી ઉંઘ લોકોની રહેણી-કહેણી ઉપર આધારીત છે. હાલ લોકોને સૌથી વધુ બહારનાં ખાણી-પીણીની આદત રહેતી હોય છે જેનાં કારણે તેઓને યોગ્ય પાચન ન થતા જે ઉંઘ થાય છે તે અસરકારક નહીં પરંતુ નકારાત્મક ભાવ લોકો ઉપર જોડે છે. આ તકે ડોકટરોનું માનવું છે કે, લોકોએ પુરતી ઉંઘ લેવી જોઈએ પરંતુ જો યોગ્ય રીતે તેને લેવામાં આવે અને તે દિશામાં જો કામ કરવામાં આવે તો લોકો માટે ઉપયોગી સાબિત થશે. આ સર્વેમાં સ્પષ્ટપણે માનવામાં આવે છે કે ઉંઘણસી લોકો માટે હાર્ટ એટેકનો ચાન્સ ૨૩ ટકા જેટલો વધી જતો હોય છે.
શું તમે ‘ઉંઘણશી’ છો? : હાર્ટ એટેકની શકયતા ૨૩ ટકા જેટલી વધી જશે !!
Previous Articleઆરોગ્યનો ખજાનો “ઘી” શા માટે અને કેટલું જરૂરી
Next Article સુપ્રીમે રામ મંદિર આડેની બધી “અડચણો” દૂર કરી!!!