આ બીલ કાયદાનું સ્વરૂપ ધારણ કરતાં જ ગેરકાયદે વસાહતી તરીકે હાથ ધરાતી કાર્યવાહી તત્કાલ અસરથી રદ થશે
નાગરીકતા સુધારણાં બીલએ ધર્મ આધારિત રાજયોમાં વસતા લધુમતિ સમુદાયનાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનાં સંદર્ભેમાં ખુબ જ અસરકારક અને બંધારણને અનુરુપ નિર્ણય છે. તેમ લો કમીશન ઓફ ઇન્ડીયાનાં અભય ભારદ્વાજ અને લીગલ રીસર્ચ ફાઉન્ડેશનનાં અઘ્યક્ષ પ્રો. કમલેશ જોષીપુરાએ ખાતે જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું કે, કે પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાન જેવા દેશોનો સેટ રીલીજીયન એટલે કે રાજયએ સ્વીકારેલ ધર્મ ઇસ્લામ છે અને સમગ્ર રીતે આ દેશો ‘ઇસ્લામીક સ્ટેટ’ છે. ત્યારે આ દેશોમાં વસતા હિંદુ, પારસી, ખ્રિસ્તી, શીખ સહીતનાં ધર્મ પાળતા, લધુમતિઓને ભારતમાં નાગરીકતા આપી તેનાં અધિકારો બક્ષવાનો નિર્ણય ખુબ જ નૈસર્ગીક , ન્યાયિક અને ન્યાયપુર સર છે.
ભારતમાં લધુમતિઓને કાયમ વોટ બેંક ગણી કાગારોળ કરતા મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાન જેવા દેશોમાં વસતા લધુમતિ સમુદાયના નાગરીકોને અધિકાર આપવાની વાતનો વિરોધ કરે છે જે જરાપણ વ્યાજબી નથી.
૧૯૪૭ના સાલથી વિવિધ ધાર્મિક આસ્થાના સમુદાયો, પાડોશી દેશોમાં વસે છે અને સ્થાનીક જે તે દેશોમાં સમાન અધિકારોથી વંચિત છે તેવા હજારો નાગરીકો ભારતમાં શરણ અર્થે આવે છે.
પરંતુ તેઓના વીસાની અવધિ પુરી થયા પછી ભારતીય મુળના જ નાગરીકો હોવા છતાં ગેરકાયદે વસાહતીની વ્યાખ્યાનમાં આજ દિવસ સુધી આવતા હતા અને ભારતીય નાગરીકતા અધિનિયમની કલમ પ અને ૬ અંતર્ગત પણ કરી શકતા ન હતા.
છેલ્લા બે દિવસ દરમ્યાન સંસદમાં થયેલી ચર્ચા અને મુદાસર અમીતભાઇ શાહે આપેલ પ્રત્યુતર સંસદનાં ઇતિહાસમાં યાદગાર બની રહેશે.
ભારદ્વાજ અને જોશીપુરાએ જણાવ્યું છે કે આ બીલ કાયદાનું સ્વરુપ ધારણ કરતાં જ ગેરકાયદે વસાહતિ તરીકે હાથ ધરાતી કાર્યવાહી તત્કાલ અસરથી રદ થશે.
સાથો સાથ મુળ ભારતીય નિવાસી સમુદાય નાગરીકતા અધિનિયમ સેકસન-પ માં જરુરી નૈસગીંક અધિવાસ માટે જરુરી દસ્તાવેજો રજુ કરી કરતા નથી. હાલમાં આ માટે ૧ર વર્ષનો નૈસર્ગિક અધિવાસ જરુરી ગણાતો હતો તે પ વર્ષનો કરવામાં આવેલ છે.
સમગ્ર રીતે વિશ્ર્વભરમાં વસતા મુળ ભારતીય નાગરીકો માટે આ સુધારો ખુબ જ ઉપયોગી અને વિધાયક રીતે દુરોગામી અસર પાડનારો છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમીતભાઇ શાહ અભિનંદનનાં અધિકારી છે.