બાળકથી લઈ વૃદ્ધ સુધી દરેક વ્યક્તિએ અનેક વાર ક્યારેક બોલ્યું કે સંભાળ્યું હશે કે મને યાદ નથી રહેતું. તો આ વાત અવશ્ય કોઈ પણ સમયે થઈ શકે છે દૂર. જો તમે અમુક સમાન્ય વાતોનું ધ્યાન રાખો તો તમારે આ સમસ્યાનો સામનો કરવો પડે નહીં.
દરેક વ્યક્તિ પોતાના મગજ થકી જ દરેક કામ કરાવતું હોય છે. એવું આપણે અવશ્ય સંભાળ્યું હશે. ત્યારે દરેક મગજ અને અનેક કાર્યો અંગે ચિંતિત હોય છે. ત્યારે અનેક વાર કામમાં દરેક વ્યક્તિ તે પછી નાનાં-મોટાં તે નાની-મોટી વાતો ભૂલી જતાં હોય છે. તેમાં સ્કૂટરની ચાવી બહાર જતી વખતે લેતા ભૂલી જતાં હોય અથવા તો ક્યારેક ઉતાવળમાં અગત્યના કાગળ ગમે ત્યાં મુકાય જતાં હોય છે તો તે જે સમયે જરૂર પડે ત્યારે યાદ આવતા નથી. પછી દરેક વ્યક્તિ મગજને દોષ દેતા હોય છે.
એક કામ ઉપર ધ્યાન આપો:-
મગજ જો એક સાથે અનેક વસ્તુઓ પર ધ્યાન રાખવા માંગે તો અવશ્ય તે થોડું ઘણું ભૂલી જાય છે. ત્યારે વિજ્ઞાન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે, કે જો એક વસ્તુ પર મગજ સ્થિર રહે તો તે વધી સારી રીતે અને તીક્ષ્ણ રીતે કામ કરે છે. સાથે મગજમાં ભાર નથી રહેતો સાથે કામ પણ ખૂબ તરત અને ખૂબ સારું કરી શકાય છે. જ્યારે મગજ એક ચોક્કસ ક્ષેત્રમાં ધ્યાન આપે તો તે તંદુરસ્ત રીતે કામ કરે છે. દરેક કામને એકદમ ખાસ બનાવે છે.
કસરતો કરો:-
જ્યારે વાત આવે યાદ શક્તિની તો તમે ક્યારેક અને ક્યાક એવી અનેક રમતો કે વ્યાયમ કરતાં હોય છે. જે તંદુરસ્તીને એકદમ ખાસ બનાવશે. મગજ તે અનેક કસરતોથી ખૂબ સારું કામ કરે છે. જેમાં અનેક રમતો છે જેમકે સુડોકો, ક્રોસવર્ડ અને અનેક એવી મેમરી ગેમ્સ જેમાં આપણે અંતાક્ષરી રમતા હોય છીયે. તેમાં પણ એક રમત સાથે યાદશક્તિની રમત છે. જેમાં આપણે રમત સાથે જૂના અને યાદગાર ગીતો સાથેની મેહફિલ યાદશક્તિ સાથે ગમત પૂરું પાડે છે. તો આવી મગજની અનેક કસરતો કરી યાદશક્તિ વધારો.
સમાજ સાથે જોડાયેલ રહો:-
દરેક યાદ શક્તિની વાતો ક્યારેક ખૂબ ઉપયોગી બને છે. જીવનમાં જ્યારે તમે રહો છો તો અનેક સામાજિક વાતો અને સમાજ સાથે જોડાયેલા રહો છો. ત્યારે દરેક વ્યક્તિ જો પોતાના મય રહ્યા વગર પોતાના મગજને અનેક સમાજ સાથે જોડાયી પ્રવૃતિ અને સામાજિક પ્રવૃતિ સાથે કામ કરો. જેથી તમારું મન અને મગજ પ્રવૃતિમાં રહે તો તમારી યાદ શક્તિ સારી રહે છે. કારણ તે તમારા મનને અનેક વાતો સાથે જોડી દે છે અને તમારી યાદ શક્તિ વધુ સારી બનાવે છે.
પોતાના રોજિંદા કામ સાથે વ્યસ્ત રહો:-
જ્યારે તમારું મન કોઈ કામમાં વ્યસ્ત રહેતા શીખી જાય છે. ત્યારે તમારી યાદ શક્તિ પોતે આપ મેળે ખૂબ સારી થઈ જાય છે. રોજીંદુ કામ તે દરેક વ્યક્તિ માટે સારી યાદ શક્તિ કરવા માટે એક ઉતમ નુસખો છે. કારણ યાદ શક્તિ સારા પૌષ્ટિક આહાર તથા કામમાં એકદમ વ્યસ્ત રહેવાથી યાદ શક્તિ એકદમ સારી થાય છે. તે તમારા નિત્ય ક્રમને ગોઠવી અને તમારી યાદ શક્તિ વધારે છે અને મગજને પણ પ્રવૃતિ સાથે જોડી દે છે.
તો યાદ શક્તિ વધારવા અવશ્ય આજે જ અપનાવો આ ખૂબ સમાન્ય પણ મહત્વની વાતો જે બનાવશે તમારા કામને સારું અને તમે ભૂલી જશો કહેતા કે મારી યાદ શક્તિ છે નબળી. કારણ યાદ શક્તિ થકી તમારી દરેક વાત હવે તમે કરી શકો એકદમ ખાસ રીતે અને બનાવી શકો મગજને સતેજ.